વેરાવળમાં લગ્ન પ્રસંગમાં આવેલો હાર્ટએટેક જીવલેણ સાબીત થયો: પરિવાર શોકમગ્ન
ડોળાસા નજીકના માલગામ માધ્યમિક શાળાના આચાર્ય ભૂપતસિંહ બારડનું લગ્ન પ્રસંગે રાસ ગરબા રમતી વખતે હદયરોગની જીવલેણ હુમલો આવતા મોત થતાં પરિવાર માં આનંદ ને બદલે માતમ છવાયો છે.
આ કરુણ ઘટના ની વિગત એવી છે કે કોડીનાર તાલુકાના માલગામ ની ” સ્વ.આર.જે.ડોડીયા માધ્યમિક શાળા ના આચાર્ય ભૂપતસિંહ નાથાભાઈ બારડ ( ઉંમર વર્ષ 52 ) તેમના નજીક ના સગા ના લગ્ન પ્રસંગે વેરાવળ ગયા હતા.જ્યાં તા.2/5 ની રાત્રી ના રાસ ગરબા યોજાયા હતા.ભૂપતસિંહ બારડ પણ ખૂબ હોશ થી રાસ ગરબામાં જોડાયા હતા.રાત્રિ ના અગિયાર વાગ્યે રાસ નો બીજો રાઉન્ડ ચાલુ થયો હતો.ભૂપતસિંહ બીજા રાઉન્ડમાં પણ ખૂબ આનંદ થી રસ ગરબા લઈ રહ્યા હતા.અને રાત્રી ના આશરે 11:30 કલાકે રાસ રમતા રમતા હદયરોગ નો જીવલેણ હુમલો આવતા ચાલુ રાસ માં પડી ગયા હતા.તુરત તેઓને દવાખાને ખસેડાયા હતા.પણ તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં હતાં.અને આનંદ ઉત્સાહ ની જગ્યાએ ભારે શોક મય વાતાવરણ સર્જાયું છે.
વેરાવળ તાલુકાના ઉમરાળા ગામ ના વતની ભૂપતસિંહ નાથાભાઈ બારડ સને 2002 ની સાલમાં ( 24 વર્ષ પહેલાં ) ડોળાસા નજીક ના માલગામ માધ્યમિક શાળા માં જોડાયા હતા.બાદ છેલ્લા પાંચ વર્ષ થી તેઓ આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા હતા.આચાર્યની ફરજ ઉપરાંત તેઓ બાળકો ના અભ્યાસ માં પણ ખૂબ કાળજી લેતા હતા.સીમિત સ્ટાફ છતાં માલગામ માધ્યમિક શાળાનું ઊંચું પરિણામ આવે તે માટે ખૂબ મહેનત કરતા હતા.અને ભૂપતસિંહના મૃત્યુના સમાચાર માલગામ પહોંચ્યા તો વાલીઓમાં ભારે શોક છવાયો છે.તો માલગામ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા માલગામ ,પાંચ પીપળવા , વેળવા જંત્રાખડી ગામોના બાળકોની આંખોમા આશુઓ વહેવા લાગ્યા હતા.તેઓ સામાજિક ક્ષેત્રે પણ સમાજ માટે ખૂબ મોટું યોગદાન આપી રહ્યા હતા.કોડીનાર ખાતે આવેલ કારડીયા રાજપુત સમાજના ટ્રેનિંગ સેન્ટર ૠછઈઅ માં પણ તેઓ દરરોજ વિના મુલ્યે માર્ગદર્શન આપતા હતા.ભૂપતસિંહ બારડ ની અચાનક વિદાય થી સમસ્ત સમાજ ને મોટી ખોટ પડી છે.
