સોમનાથ કોરીડોરમાં સંપાદિત થયેલા 250 મકાન પર બુલડોઝર ફર્યું

ડે.કલેકટર, ચાર મામલતદાર, એસ.પી., બે ડીવાયએસપી સહીતનો પોલીસ કાફલો તૈનાત

સોમનાથ ખાતે કોરીડોર ના નિર્માણ ની કામગીરી તેજ થયેલ છે ધણાં સમય સુધી વાદવીવાદો અને આંદોલન પછી સંપાદન ની કામગીરી શરૂ થયેલ છે અને અત્યાર સુધીમાં 200 થી 250 સુધી ની મિલકતો સંપાદન થયેલ છે જે સંપાદન થયેલ મીલકતો નુ ડિમોલેશન ની કામગીરી સવાર ના 10 કલાક ના અરસામાં શરૂ થયેલ છે
આ ડિમોલેશ ની કામગીરી હોટલ શિવ સદન ની પાછળ પઠાણવાડા વિસ્તારમાં કરવામાં આવેલ છે જેમાં ડે કલેકટર, 4 મામલતદાર અને અન્ય સ્ટાફ સાથે 1 એસ પી,2 ડી વાય એસ પી,4 પી આઈ, 5 પી એસ આઈ અને 120 પોલીસ સ્ટાફ સાથે કામગીરી શરૂ થયેલ છે આ કામગીરી ડીમોલેશ ચાર ટીમો બનાવી કામગીરી થય રહેલ છે
આ બાબતે ડે કલેકટર દ્વારા જણાવવામાં આવેલ કે ડિમોલશ ની કામગીરી ધમી ગતીએ શરૂ છે જે જગ્યાએ ડિમોલેશ થય રહેલ છે તે જગ્યા ખુંખજ સાંકડી જગ્યા હોવાથી અમુક જગ્યાએ જે સી બી મશીનો જય શકતા નથી જેથી મજુરો દ્વારા તોડવામા આવી રહેલ છે અને જે મકાનો સંપાદિત થયેલ છે છતાં તેમા લોકો રહેતા હોય તેવો માલસામાન ફેરવવા માટે બે ત્રણ દિવસ નો સમય માગે તો તેને આપવામાં આવે છે જેથી ડિમોલેશનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહેલ છે અને આ કામગીરી લાબા સમય સુધી ચાલતી રહેશે અત્યારે ચાર ટીમો ચાર જે સી બી અને ટ્રેકટરો દ્વારા ડિમોલેશ ની કામગીરી કરી રહેલ છે
આ બાબતે જે મકાનો સંપાદિત થવાના બાકી છે તેઓ ના જવાબદાર લોકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમો પણ અમારા મકાનો સોંપી દેવાના છે જેથી કોરીડોરની કામગીરીમાં ગતી આવશે.

રિલેટેડ ન્યૂઝ