પશ્ર્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરાલા, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો એકમાં કોંગ્રેસ અને એકમાં અભિનેતા થલાપતિ વિજયની પાર્ટીની જીત થઈ છે. આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં સૌથી મોટો ઝટકો અરિંવદ કેજરીવાલની આમ આદૃમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપની એવી શરમજનક સ્થિતિમાં મુકાયુ છે કે, તેને એક ટકાથી પણ ઓછા મત ળ્યા છે. આસામમાં કુલ ૧૨૬ વિધાનસભા બેઠકો છે, ત્યારે આમ આદૃમી પાર્ટીએ માત્ર ૨૧ ઉમેદૃવારોને મેદૃાનમાં ઉતાર્યા હતા. AAPએ ભાજપ પહેલા જ ઉમેદૃવારોના નામની જાહેરાત કરીને એવા સંકેત આપ્યા હતા કે, પાર્ટી આસામના ચૂંટણી જંગમાં પહેલેથી જ તૈયાર છે. કેજરીવાલની પાર્ટીએ જે ઉમેદૃવારો પર વિશ્ર્વાસ મૂક્યો હતો, તેઓને રાજ્યમાં કે રાષ્ટ્રીયસ્તરે ખાસ કોઈ ઓળખતું નથી, પરંતુ તે ઉમેદૃવારો હાથમાં ઝાડુ લઈને અરિંવદૃ કેજરીવાલના વિજનને આગળ વધારી રહૃાા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
ભારતમાં ડાબેરીઓનો છેલ્લો ગઢ પણ ધારાશાયી દક્ષિણમાં કોંગ્રેસનો ઉદય: પાંચ કારણોએ ડાબેરી શાસન પર હારનો હથોડો વીંઝી દીધો
કોંગ્રેસે 140માંથી 99 નવા ચહેરા ઉતારતા દાવ ‘ગેમ ચેન્જર’ બન્યો દક્ષિણ ભારતના રાજકીય પ્રવેશદ્વાર સમાન કેરલમ... -
વડાપ્રધાનની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્ર્વાસ:મુખ્યમંત્રી
પ. બંગાળમાં ભાજપાનો આ વિજય ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, વિશ્ર્વકર્માએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું:ઝાલમુરીનો સ્વાદૃ માણ્યો... -
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમારનો ૩૦૭૪૩ મતોની સરસાઇથી વિજય થયો
ઉમરેઠ વિધાનસભા બ્ોઠકની પ્ોટા ચૂંટણીમાં ભાજપના ઉમેદૃવારનો ભવ્ય વિજય થયો હતો. ભાજપના હર્ષદૃ પરમારન્ો ૮૫,૫૦૦ અને...
