ભારતને રશિયાથી ક્રુડ ઓઇલ ખરીદવાની ટ્રમ્પે છૂટ ન આપી

ભારતમાં પ્ોટ્રોલ-ડિઝલના ભાવમાં ફરી ભડકો થવાના એંધાણ

ટ્રમ્પ પ્રશાસન્ો રશિયન ઓઇલ પરનું ડિસ્કાઉન્ટ સત્તાવાર રીત્ો ખતમ કરી દૃીધુ:ભારત માટે મોટા ફટકા સમાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતન્ો ઝટકો આપતા રશિયન ક્રુડ ઓઇલ ખરીદૃવાની છૂટ ન આપીન્ો રશિયન ક્રૂડ ઓઇલની ખરીદૃી પર મળતું કામચલાઉ ડિસ્કાઉન્ટ લંબાવવાની સ્પષ્ટ ના પાડી દૃીધી છે. હોર્મુઝ કટોકટી વચ્ચે લેવાયેલા આ મોટા નિર્ણયથી વૈશ્ર્વિક તેલ બજારમાં હડકંપ મચી ગયો છે. જેના કારણે આગામી દિૃવસોમાં ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણના ભાવ ફરી વધવાની પૂરેપૂરી શક્યતા છે. ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દૃુનિયામાં મોંઘવારી વધવાનો ખતરો ઊભો થયો છે.
હકીકતમાં, પશ્ર્ચિમ એશિયાના સંકટ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત પોતાની ઇંધણની જરૂરિયાત પૂરી કરવા રશિયા પાસેથી સસ્તા ભાવે મોટા પાયે તેલ ખરીદૃી રહૃાું હતું. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસને રશિયન ઓઇલ પરનું ડિસ્કાઉન્ટ સત્તાવાર રીતે ખતમ કરી દૃીધું છે. ભારત માટે આ એક બહુ મોટો ફટકો સાબિત થઈ શકે છે કારણ કે હવે સસ્તા તેલની જીવનરેખા કપાઈ ગઈ છે.
રશિયા દૃુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઇલ નિકાસકારોમાંનું એક છે. અમેરિકાના આ પગલાથી ગ્લોબલ માર્કેટમાં તેલના સપ્લાય પર સીધી અસર પડશે.
રશિયા-યુક્રેન યુદ્ધ પછી અમેરિકા અને યુરોપે રશિયા પર ઘણા કડક પ્રતિબંધો લગાવ્યા હતા.પરંતુ માર્ચ ૨૦૨૬ માં ઈરાન યુદ્ધ અને હોર્મુઝ નાકાબંધીના કારણે દૃુનિયાભરમાં તેલની ભારે અછત સર્જાઈ હતી.
આ સંકટને પહોંચી વળવા ટ્રમ્પ પ્રશાસને માર્ચ ૨૦૨૬ માં ખાસ છૂટ આપી હતી, જેને પછીથી ૧૬ મે સુધી લંબાવવામાં આવી હતી. (આ છૂટ ફક્ત ટેક્ધરો પર લોડ થઈ ગયેલા શિપમેન્ટ પૂરતી જ હતી.)
જોકે, યુરોપિયન દૃેશો સતત આ છૂટનો વિરોધ કરી રહૃાા હતા. તેમનો દૃાવો હતો કે આ તેલ વેચીને રશિયા પોતાનું યુદ્ધ ફંડ મજબૂત કરી રહૃાું છે. આખરે યુરોપના દૃબાણ હેઠળ આવીને ટ્રમ્પે શનિવારે આ છૂટ સંપૂર્ણપણે ખતમ કરવાનો નિર્ણય લીધો. પશ્ર્ચિમ એશિયામાં તણાવ વધતા ભારતે માર્ચ ૨૦૨૬ માં રશિયન તેલની આયાત ખૂબ વધારી દૃીધી હતી.
આંકડાઓ મુજબ, માર્ચ ૨૦૨૬ માં ભારતે દૃરરોજ લગભગ ૪.૫ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ મંગાવ્યું હતું, જેમાંથી ૫૦ ટકા સપ્લાય માત્ર રશિયાથી આવ્યો હતો. આ જ સમયે મધ્ય પૂર્વમાંથી આવતો સપ્લાય ૬૧ ટકા જેટલો ઘટી ગયો હતો.
એપ્રિલ ૨૦૨૬ માં પણ રશિયા ભારતનું સૌથી મોટું સપ્લાયર રહૃાું હતું. એપ્રિલમાં ભારતે દૃરરોજ ૧.૫૭ મિલિયન બેરલ રશિયન તેલ આયાત કર્યું હતું, જોકે આ આંકડો માર્ચ કરતા લગભગ ૨૦ ટકા ઓછો હતો.
સામાન્ય જનતા માટે આ સમાચાર િંચતાજનક છે. થોડા દિૃવસો પહેલા જ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩ રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો હતો, સાથે જ ઝ્રદ્ગય્ ના ભાવમાં પણ વધારો કરાયો હતો. હવે માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે, તો દૃેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર વધી શકે છે, જે સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખશે.

રિલેટેડ ન્યૂઝ