ઉનામાં શ્ર્વાનનો આતંક બેકાબુ: બાળક પર જીવલેણ હુમલા છતા પાલીકા તંત્ર ઉંઘમાં

જસરાજનગરની ઘટનાએ ખોલીપોલ,દરેકસોસાયટી-મહોલ્લામાં ભયનો માહોલ, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

ઉના નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતાઅનેલાપરવાહીના કારણે શહેરના દરેક સોસાયટી અને શહેરી મહોલ્લામાં રખડતા શ્વાનનો આતંક બેકાબૂ બન્યો છે. તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને કારણે નિર્દોષ બાળકો શ્વાનના શિકાર બની રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.ગીરગઢડા રોડની જસરાજનગર સોસાયટીમાં જેઘટના બની તે તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે.સોસાયટીમાં રમી રહેલા એક માસૂમ બાળક પર ત્રણ ખૂંખાર શ્વાને એકસાથે હુમલો કરી તેને પછાડી દીધો. જો સમયસર પાડોશીઓ બૂમાબૂમ કરી દોડી ન આવ્યા હોતતોબાળક નો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત. બાળકને હાથપગ માં ગંભીર ઈજાઓ થઈ છે અને તે ભયના માર્યા થથરી ઉઠ્યો છે.
શહેર આખું બાનમાં, તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું આ ધટના બાદ જોવા મળે છે આ કોઈ એકલદોકલ ઘટના નથી. શહેરની લગભગ દરેક સોસાયટી, દરેક ગલી-મહોલ્લામાં શ્વાનના ઝૂંડ બેફામ બન્યા છે. સવાર-સાંજ રાહદારીઓ, વૃદ્ધો અને સ્કૂલે જતા બાળકો પર હુમલાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે.ઉનાળુવેકેશન માં બાળકો ઘર બહાર રમવા જાય તો વાલીઓ ના જીવ તાળવે ચોંટેલા રહે છે. લોકો એટલા ભયભીત છે કે બાળકોને એકલા સોસાયટીમાં રમવા મોકલવાનું પણ ટાળી રહ્યા છે.આશ્ચર્યની વાત એ છે કે, સ્થાનિકોએ શ્વાનનાત્રાસઅંગે નગરપાલિકામાં અસંખ્ય વખત મૌખિક અને લેખિત ફરિયાદો કરી છે. છતાં શ્વાન પકડવાની કે નસબંધીની કોઈ જ કાયમી વ્યવસ્થા આજદિન સુધી ઉભી કરવા માં આવી નથી. પ્રજાના જીવની કિંમત ન હોય તેમ તંત્ર માત્ર કાગળ પર ઘોડા દોડાવી રહ્યું છે.
શું નગરપાલિકા કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોઈ રહી છે?
આ ગંભીર બેદરકારી અંગે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર જયદેવ ચૌહાણ ને સવાલ કર્યોતોતેમણે જવાબદારી ખંખેરતા કહ્યું કે, સરકારમાંથી હાલ માત્ર શ્વાનના રસીકરણનો કાર્યક્રમ આવેલો છે.આગામી દિવસો માં રસીકરણ કરાશે. શરમજનક વાત એ છે કે, જ્યારે શહેર આખું શ્વાનના આતંકથી ત્રાહિમામપોકારી રહ્યું છે, ત્યારે ચીફ ઓફિસર રસીકરણની વાત કરી છટકી રહ્યા છે. રસીકરણથી શ્વાન કરડવાનું બંધ કરશે? તંત્રને સવાલ છે કે શ્વાન પકડવા, નસબંધી કરવા અને ડોગ શેલ્ટર બનાવવાની યોજનાક્યારેઅમલમાંઆવશે? વાલીઓને ધ્યાન રાખો કહીને તંત્ર પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી રહ્યું છે.
હવે બસ, લોકોમાં આક્રોશ ચરમસીમાએ !!
જસરાજનગરની ઘટનાએ લોકોના રોષનો જ્વાળામુખી ફાટ્યો છે. લોકોની સ્પષ્ટ માગ છે કે, તાત્કાલિક ધોરણે શ્વાન પકડવાની ઝુંબેશ શરૂ કરો, નસબંધી કેન્દ્ર ચાલુ કરો અને શ્વાન માટે શેલ્ટર હોમ બનાવો. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો નાગરિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તંત્રની આ ગુનાહિત બેદરકારી હવે સાંખી લેવાય તેમ નથી. નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક જાગે અને શહેર ને શ્વાનના આતંકથી મુક્તિ અપાવે, નહીંતર તેનાગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહે.

રિલેટેડ ન્યૂઝ