જાફરાબાદ: વિશ્ર્વાસઘાતના ગુન્હામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી પકડાયો

પાંચેક મહીના પહેલા યુસુફભાઇ બાબુભાઇ ગભોલની ટ્રકમાં સુકી મચ્છી (બુમલા) આશરે 12 ટન 825 કિલો કિંમત ખર્ચ સહિત રૂપિયા 40,34,810 ના ભરીને આ ટ્રકના ડ્રાઇવર તથા તેની સાથેના ક્લિનર આરોપી શબીરશા નાથુશા શાહમદારદ(રહે.ગીર ગઢડા) પશ્ચિમ બંગાળની માલદા બોર્ડર પર દિપક સરકાર નામના વેપારીને પહોંચાડવા માટે ગત તા.5/12 ના રોજ જાફરાબાદથી પશ્ચિમ બંગાળ જવા નીકળેલ હતા.
પરંતુ આ બંન્ને આરોપીએ સુકી મચ્છી (બુમલા) પશ્ચિમ બંગાળની માલદા બોર્ડર પર દિપક સરકાર નામના વેપારીને નહી પહોચાડી ટ્રકમાં ભરેલ બુમલા ક્યાંક વેચી નાખી સગેવગે કરી વિશ્વાસઘાત કરી ગુન્હો કરવામાં મદદરગારી કરેલ હતી. જે ગુન્હાના કામે નવા બંદર ઇબ્રાહીમભાઇ ઉર્ફે જંડુ નુરમહમદભાઇ મેર નામનાં મચ્છીના વેપારીનુ નામ ખુલવા પામેલ જે કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.
જે બાબતે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે તપાસ તજવીજ કરાવતા મજકુર આરોપીને તા.22 ના રોજ નવા બંદર (તા.ઉના) ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ જાફરાબાદ મરીન પોલીસને સોંપી આપવા તજવીજ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ