જામનગર ગુજસીટોકમાં સાયચા ગેંગના 6 આરોપી 7 દિના રીમાન્ડ પર

74 જેટલા જુદા જુદા ગુનામાં પોલીસ ચોપડે ચડેલ છે ગેંગ

જામનગર પોલીસ દ્વારા સાયચા ગેંગ ની ટોળકી ના 11 સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ આરોપીઓ ને ઝડપી લેવાયા છે. જ્યારે ચાર આરોપીઓ હાલ જેલ માં છે .તથા એક આરોપી ને હજુ પકડવાનો બાકી છે.આ ગેંગ ના સભ્યો સામે કુલ 74 જેટલા ગુનાઓ નોંધાયા છે. ઝડપાયેલા છ આરોપીઓ ને આજે રિમાન્ડ ની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા તેમને સાત દિવસ ના પોલીસ ઉપર રિમાન્ડ ઉપર સોપવા નો અદાલતે હુકમ કર્યો હતો.
જામનગર પોલીસ ની ખાસ ટીમ દ્રારા જામનગર જીલ્લામા એજાજ ઉમર સાયચા તથા રજાક નુરમામદ સાયચા એ તેઓના સાગરીતો સાથે મળીને સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી ખુન,ખુનની કોશિષ,અપહરણ ખંડણી,બળજબરીથી કઢાવી લેવુ,આર્મ્સ એકટ,ફાયરીંગ,ગેરકાયદેસર વ્યાજ વટાવ,જાન થી મારી નાખવાની ધમકી, રાયોટીંગ, જમીનો ગેરકાયદેસર કબજા કરવા,આપધાતનુ દુષ્પ્રેરણ, જાહેરનામા ભંગ, પ્રોહીબીશન, જુગારધારા, હથિયાર બંધી જાહેરનામા, મારામારીના ગુનાઓ આચરી સામાન્ય નાગરીકોમા ભય પેદા કરી, પોતાની ટોળકીની ગુનાહિત પ્રવ્રુતિ પ્રત્યેક્ષ કે પરોક્ષ ગેંગના સભ્ય તરીકે ચાલુ રાખેલ હોય, જેમાં આજ દીન સુધીમાં સાયચા ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ-74 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.અને હાલમા પણ તેઓની ગુનાહિત ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ છે
જેથી પોલીસે ઇન્સ .વી.બી.ચૌધરી એ આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ – ગુજસીટોક હેઠળ ગઈકાલે જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવ્યો હતો.આ ગુના માં 6 આરોપીઓ ની અટકાયત કરવામા આવી છે. આ ટોળકીના તમામ રીઢા ગુનેગારો ધણા વર્ષો થી સતત પોતાની ગુનાકીય પ્રવૃતિ આચરી સામાન્ય નાગરીકમાં ભય અને ત્રાસ નુ વાતાવરણ ઉભુ કરેલ છે. સાયચા ગેંગ ના સભ્યો માં ગુલામ જુસબભાઇ સાયચા , મહેબુબ જુસબભાઇ સાયચા , અસગર જુસબભાઇ સાયચા , હનીફ નુરમામદભાઇ સાયચા , ઇમ્તીયાઝ નુરમામદભાઇ સાયચા , અને રજાક દાઉદભાઇ ચાવડા ઉર્ફે રજાક સોપારી ને ગઈકાલે ઝડપી લેવાયા હતાંઆ તમામ આપીઓ ને આજે સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરવામાં આવતા આવ્યા હતા. જેમાં અદાલતે સાત દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી દ્વારા ચલાવવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ