રાજુલાથી તાલાળા અને રાજપીપળાની બે નવી સીધી બસ સેવાનો આરંભ

રાજુલા પંથકના મુસાફરો માટે ખુશખબર છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સક્રિય રજૂઆત અને સતત ફોલોઅપને પરિણામે એસ.ટી. નિગમ દ્વારા રાજુલાથી બે નવી બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ભાવનગર ડેપો દ્વારા શરૂ કરાયેલી ભાવનગર-તાલાળા બસ દરરોજ બપોરે 4:30 કલાકે રાજુલાથી ઉપડશે અને તાલાળા પહોંચશે. સામે પક્ષે આ બસ સવારે 5:45 કલાકે તાલાળાથી ઉપડીને આકોલવાડી, જામવાળા ઉના થઈ રાજુલા આવશે. આ રૂટ પર અત્યાર સુધી સીધી બસ સુવિધા ન હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને આકોલવાડીના પ્રખ્યાત પેંડા લેવા જતા મુસાફરો માટે હવે અપ-ડાઉન બંને સેવા આશીર્વાદરૂપ બનશે.
બીજી તરફ, રાજપીપળા ડેપોને કરાયેલી રજૂઆતને પણ સફળતા મળી છે. રાજુલા-રાજપીપળા નવી બસ બપોરે 12:45 કલાકે રાજુલાથી ઉપડીને મહુવા, ભાવનગર, તારાપુર ચોકડી, ડભોઈ, બોરસદ, થઈને રાજપીપળા પહોંચશે. આ સેવાથી સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત અને આદિવાસી પટ્ટા સાથે સીધું જોડાણ મળ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે, “રાજુલાની જનતાની દરેક સમસ્યા મારી પોતાની છે. મુસાફરોની સુવિધા માટે મેં તંત્રને રજૂઆત કરી હતી. નિગમ દ્વારા ઝડપથી નિર્ણય લઈ બસ શરૂ કરવા બદલ હું અધિકારીઓનો આભાર માનું છું. મારો પ્રયાસ રહેશે કે ભવિષ્યમાં પણ વધુ સુવિધાઓ મળે.”
ડેપો મેનેજર જોષીના જણાવ્યા મુજબ મુસાફરોની આરામદાયક મુસાફરી માટે ભાવનગર અને પાલનપુર ડેપો દ્વારા આ રૂટ પર નવી વોલ્વો બસ પણ મુકવામાં આવી છે. તેમણે મુસાફરોને આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
આ નિર્ણયથી રાજુલા પંથકના વેપારી, વિદ્યાર્થી, નોકરિયાત વર્ગ અને ગિરના યાત્રાળુઓમાં ખુશીનો માહોલ

રિલેટેડ ન્યૂઝ