ગઢડા તાલુકાના ટાટમ સ્થિત ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગઢડા તાલુકા શાખાના પંદર દિવસ માટેના ફસ્ટ એઈડ સર્ટીફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી માધુભાઈ નાંદરીયા તેમજ શાળાના નિવૃત શિક્ષક ચંદુભાઈ ભાલીયા તેમજ શાળાના ટ્રસ્ટી દિવ્યાંગભાઇ, આચાર્ય ધીરુભાઈ બાવળીયા, અશોકભાઈ સાલિયા અને બંને ટ્રેનરો સંદીપભાઈ અને દિપકભાઈ દ્વારા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. આ ટ્રેનિંગ કોર્સ મા આસ-પાસ ના ગામડાના યુવાનો વધારે મા વધારે જોડાય તેવો અનુરોધ પણ કરવામાં આવેલ.સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી માધુભાઈ નાંદરીયાએ આજના યુવાનો સંદર્ભે પ્રેરણાત્મક વાત કરી હતી. જ્યારે સંદીપભાઈ દ્વારા ટ્રેનિંગ અંગે સુંદર માહિતી આપવામાં આવી હતી. વધુમાં ચંદુભાઇ ભાલિયા દ્વારા રોજગારલક્ષી તાલીમ કેન્દ્રો અને સરકારી યોજનાઓ અંગે ઉપયોગી વાત કરાઈ હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ગઢડા (સ્વામીના) ઘેલો નદી સફાઈ અભિયાન શરૂ કરાયું
ગઢડા(સ્વામીના) શહેરના મધ્ય વિસ્તારમાંથી પસાર થતી અને યાત્રાળુઓ માટે ઉન્મત ગંગા સ્વરૂપ પ્રાસાદિક સ્થાન માનતા ઘેલો... -
સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનો ભવ્ય પદગ્રહણ સમારોહ સંપન્ન
સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના કર્મનિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના નેતૃત્વ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા... -
રાજુલાથી તાલાળા અને રાજપીપળાની બે નવી સીધી બસ સેવાનો આરંભ
રાજુલા પંથકના મુસાફરો માટે ખુશખબર છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સક્રિય રજૂઆત અને સતત ફોલોઅપને પરિણામે એસ.ટી....
