‘ફુકરે’ પછી અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ફરી એકસાથે: શું પડદા પર ચાલશે રિયલ લાઈફ જોડીનો જાદુ?

‘ફુકરે’ ફિલ્મમાં ધમાલ મચાવ્યા બાદ બોલિવૂડની લોકપ્રિય જોડી રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે. જોકે, આ વખતે તેઓ વિરોધી પાત્રમાં નહીં, પરંતુ એક કમ્પ્લીટ સિચ્યુએશનલ કોમેડી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સાથે જોવા મળશે. સીનવર્ક પ્રોડક્શન્સ અને ગિરિરાજ પ્રોડક્શન્સ દ્વારા આ અનટાઇટલ્ડ ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પાવરહાઉસ એક્ટર કુમુદ મિશ્રા પણ મહત્વના રોલમાં નજર આવશે.

આ ફિલ્મની વાર્તા દિલ્હી શહેરની આસપાસ વણાયેલી છે. પ્રખ્યાત કલાકાર અને દિગ્દર્શક શશી વર્મા આ મૂવીનું ડાયરેક્શન કરશે, જેઓ અગાઉ ‘બાલા’ અને ‘કથલ’ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને ડાયરેક્શનનો હુનર બતાવી ચૂક્યા છે. તેમની આ ફિલ્મમાં પણ સામાજિક સંદેશની સાથે-સાથે ભરપૂર કોમેડી અને ઈમોશન્સનો તડકો જોવા મળશે.

  • શૂટિંગ ક્યારે શરૂ થશે?: વર્ષ 2026ના સેકન્ડ હાફમાં (બીજા ભાગમાં).
  • થિયેટર રીલીઝ: એપ્રિલ 2027.

શું કહ્યું સ્ટાર કાસ્ટે?

અલી ફઝલ: “આ સ્ક્રિપ્ટ વાંચતાની સાથે જ મને ગમી ગઈ હતી. રીચા સાથે સ્ક્રીન પર તદ્દન નવી કેમિસ્ટ્રી શેર કરવી એ મારા માટે ખૂબ જ રોમાંચક છે. હું લાંબા સમયથી શશી સર સાથે કામ કરવા માંગતો હતો.”

રિચા ચઢ્ઢા: “વાર્તા ખૂબ જ સરળ અને દિલને સ્પર્શી જાય તેવી છે. અમે ‘ફુકરે’માં સાથે હતા પણ ત્યાં અમારા પાત્રો દુશ્મન જેવા હતા, જ્યારે આ ફિલ્મમાં દર્શકો અમને બિલકુલ અલગ અંદાજમાં જોશે. આ વાર્તા સાંભળીને મને દિલ્હીમાં વિતાવેલા મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા.”

ડિરેક્ટર શશી વર્મા: “આ વાર્તા સંબંધો અને સામાજિક દ્રષ્ટિકોણને રમુજી અંદાજમાં રજૂ કરે છે. દિલ્હી પોતે આ ફિલ્મમાં એક મહત્વના પાત્ર તરીકે ઉભરી આવશે.”

રિલેટેડ ન્યૂઝ