ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ 35 કિલોથી વધુ વજનની રાશન કીટ આપી માનવતા બતાવી
તા. 4 અને 5 જુલાઈ દરમિયાન ઉના તાલુકામાં પડેલા અવિરત અને ભારે વરસાદે અનેક ગામોમાં જનજીવન ને અસર પહોંચાડી હતી. સતત વરસાદના કારણે ઘણા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી,અનાજ અને જીવનજરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું હતું. પરિણામે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાતા તાત્કાલિક રાહતની જરૂરિયાત ઉભી થઈ હતી.
આ વિકટ પરિસ્થિતિમાં ઉના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉના તાલુકાના ખત્રીવાડા ગામે પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમની સ્થિતિની જાણકારીમેળવી હતી અને તેમની સમસ્યાઓ ધીરજપૂર્વકસાંભળીહતી. આ પ્રસંગે ધારાસભ્ય એ જરૂરિયાતમંદ પરિવારોને 12થી વધુ જીવનજરૂરી ચીજવસ્તુઓ ધરાવતી, 35 કિલોથી વધુ વજનની રાશન કીટોનું વિતરણ કર્યું હતું. આપત્તિના સમયમાં લોકોની પડખે ઊભા રહી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં તેમની આ પહેલને ગ્રામજનોએ ખૂબ આવકારી હતી. ગામના સરપંચ જીતેન્દ્ર ભાઈ શિયાળ અને આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે મુશ્કેલીની ઘડીમાં સમયસર મળેલી આ સહાય અસરગ્રસ્ત પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. તેમણે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આપત્તિના સમયમાં લોકોની સેવા એ જ સાચી જનસેવા
ભારે વરસાદ બાદ સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે ખત્રીવાડા ગામે પહોંચીને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરી માનવતા અને જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની આ સંવેદનશીલ પહેલની ગ્રામજનોમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
