આજે ૨૨ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

દિૃલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદૃેશ, બિહાર, રાજસ્થાન અને પહાડી રાજ્યોમાં પણ એલર્ટ જારી

દૃેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થતાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ(ૈંસ્ડ્ઢ) દ્વારા ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ માટે દૃેશના ૨૨થી વધુ રાજ્યોમાં ભારે વરસાદૃ, ગાજવીજ, વીજળી પડવા અને તેજ પવનની ચેતવણી આપવામાં આવી છે.
દૃક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આસપાસ સક્રિય લો-પ્રેશર સિસ્ટમના કારણે પશ્ર્ચિમ ભારતમાં વરસાદૃની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદૃની શક્યતા છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતથી લઈને પૂર્વોત્તર ભારત સુધી વરસાદૃનું જોર યથાવત રહેવાની આગાહી છે.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં લો-પ્રેશર સિસ્ટમની અસર સૌથી વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદૃની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદૃ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને ખુલ્લા વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
દિૃલ્હી-દ્ગઝ્રઇ સહિત હરિયાણા અને પંજાબમાં ૧૫થી ૧૭ સપ્ટેમ્બર દૃરમિયાન ભારેથી અતિભારે વરસાદૃ પડી શકે છે. આ દૃરમિયાન ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટા આવવાની શક્યતા છે. ભારે વરસાદૃને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી શકે છે અને સવાર-સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે વરસાદૃનું પ્રમાણ વધુ વ્યાપક રહેવાની આગાહી છે. ૧૫ સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદૃ અને વીજળી પડવાની શક્યતા છે. ખાસ કરીને પશ્ર્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદૃેશમાં લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. બિહારમાં ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે વ્યાપક વરસાદૃ સાથે ભારે વરસાદૃનું જોર વધવાની શક્યતા છે. ૧૫ સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં ૩૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદૃ અને ગાજવીજ થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ