ભારતની બીજી સૌથી જૂની મ્યુચ્યુઅલ ફંડ કંપની કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની (કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર કંપની)એ ગુજરાતમાં ‘નિવેશ બસ યાત્રા’ની શરૂઆત કરી દીધી છે, જેનો ઉદ્દેશ રોકાણકારોને જાગૃત કરવાનો અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વિશે જાગૃતિ લાવવાનો છે.
કંપની આ પહેલ મારફતે મુખ્યત્વે રાજકોટ અને ગુજરાતના મુખ્ય શહેરો તથા એની આસપાસના વિસ્તારોમાં વસતાં નાગરિકોમાં મ્યુચ્યુઅલ ફંડ વિશે રોકાણ કરવા તેમને નાણાકીય જાણકારી આપવા અને જાગૃતિ વધારવા આતુર છે. બસે અમદાવાદથી પોતાની સફર શરૂ કરી, રાજકોટ અને જામનગરની મુસાફરી કરી અને હવે ભાવનગર પહોંચી છે.ત્યારબાદ તે વડોદરા અને સુરતની મુસાફરી કરશે, જે શહેરના મુખ્ય સ્થળોએ સમુદાયો સાથે જોડાશે.
આ વિશે કેનેરા રોબેકો એએમસી ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રજનીશ નરુલાએ કહ્યું હતું કે, અત્યારે નાણાકીય અને ધિરાણની પૃષ્ઠભૂમિ બદલાઈ રહી છે. તેમાં જેટલી સમજણ જરૂરી છે, એટલી જ જરૂર જાણકારીની છે. સુમાહિતગાર રોકાણકાર પોતાના માટે શ્રેષ્ઠ નિર્ણયો લે છે અને સાથે સાથે મજબૂત ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં પણ પ્રદાન આપે છે. અમે રોકાણ સાથે સંબંધિત જાણકારીને સરળ, સુલભ અને સરળતાપૂર્વક અમલ કરી શકાય એવી બનાવવા કટિબદ્ધ છીએ. નિવેશ બસ યાત્રાનો ઉદ્દેશ વિવિધ સમુદાયો સાથે સીધું જોડાણ સ્થાપિત કરીને તેમને નાણાકીય નિર્ણયો લેવા સક્ષમ બનાવવાનો છે.
