સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પરથી ટ્રકમાં સંતાડીને લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો હતો ટ્રકની કેબિનમાં બનાવેલા ચોર ખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂની 144 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ ટ્રક સહિત કુલ રૂપિયા 19,52,004 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોમાઈ હોટલ પાર્કિંગમાંથી ટ્રક પકડાઈ બાતમીના આધારે પોલીસ ટીમે સાયલા વિસ્તારમાં રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બ્લેક બોર્ન સ્ટોન ક્રસર સામે આવેલી મોમાઈ હોટલના પાર્કિંગમાં તપાસ હાથ ધરી હતી અહીંથી છઉં 30 ૠઅ 69 39 નંબરની ટ્રકને ઝડપી તેની કેબિન ની તપાસ કરતા બનાવેલા ચોર ખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની 144 બોટલ સહિત રૂપિયા 19.52 લાખનો મુદ્દામાલ પોલીસે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કુલ 144 બોટલ જેની કિંમત રૂપિયા 1,64,400 છે ઉપરાંત મેંદાના લોટની 588 બોરી ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1952004 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ એક આરોપી ફરાર પોલીસે ટ્રક ડ્રાઇવર રમેશચંદ્ર દેવ કિશન સુથાર રહેવાસી મોરચા તાલુકો કુંભલગઢ થાણા કેલવાળા જીલ્લા રાજસમંદ રાજસ્થાનની ધરપકર કરી હતી જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર રાજકોટનો મુકેશ નામનો આરોપી હજુ પકડવાનો બાકી છે બંને આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિલેટેડ ન્યૂઝ
-
ખંભાળીયાના શિરેશ્ર્વર મેળામાંથી ઉઠાવેલા બાઇક સાથે બે કિશોર ઝડપાયા
પોલીસે બન્ને બાળકનાં વાલીને બોલાવી કાર્યવાહી કરી ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં તાજેતરમાં ચાર દિવસીય લોકમેળાના આયોજનો થયા... -
ખંભાળિયાના ખામનાથ પાર્કમાં ધમધમતા જુગારના અખાડામાંથી છ શખ્સો ઝડપાયા
ભોગાત ગામેથી જુગાર રમતી મહિલાઓ સહિત ચાર ઝબ્બે ખંભાળિયાના પોરબંદર રોડ ઉપર આવેલા ખામનાથ પાર્ક 2... -
મેટોડા જીઆઈડીસી સાયબર ફ્રોડમાં નાસતો આરોપી ગોંડલથી ઝડપાયો
પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી મેટોડા જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વોરંટી આરોપીને...
