ખંભાળિયાના ખામનાથ પાર્કમાં ધમધમતા જુગારના અખાડામાંથી છ શખ્સો ઝડપાયા

ભોગાત ગામેથી જુગાર રમતી મહિલાઓ સહિત ચાર ઝબ્બે

ખંભાળિયાના પોરબંદર રોડ ઉપર આવેલા ખામનાથ પાર્ક 2 વિસ્તારમાં રહેતા મૂળજી ઉર્ફે મુકેશ નારણભાઈ જોડ નામના 46 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી એલ.સી.બી. પોલીસને મળતા આ સ્થળેથી એલસીબીની ટીમે જુગાર દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી પોલીસે મુળજી ઉર્ફે મુકેશ નારણભાઈ, હિરેન દેવાભાઈ વઘોરા, વિનુ ખીમાભાઈ જોડ, કનુ ભીખુભાઈ ગોહિલ દીપક ખેરાભાઈ વઘોરા અને મનસુખ લાલજીભાઈ ડગરા નામના છ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 63,500 ની રોકડ રકમ તથા રૂ. 30,000 ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન રૂપિયા 40 હજારની કિંમતના બે મોટરસાયકલ વિગેરે મળી, કુલ રૂ. 1,33,500 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં ભોગાત ગામના વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લખુ ડાડાભાઈ મુન, અરવિંદ કરમણભાઈ મુન, માલીબેન લાખાભાઈ લુણા અને હિરબાઈબેન માયાભાઈ લુણા નામના ચાર વ્યક્તિઓને રૂ. 1,480 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

રિલેટેડ ન્યૂઝ