મેટોડા જીઆઈડીસી સાયબર ફ્રોડમાં નાસતો આરોપી ગોંડલથી ઝડપાયો

પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી

મેટોડા જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વોરંટી આરોપીને એલસીબીની ટીમે બાતમીના આધારે ગોંડલ તાલુકાની ગોમટા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના કેસમાં (બી.એન.એસ. કલમ-318(4), 61, 336(2), 336(3), 340(2), 238 અને આઈ.ટી. એક્ટ કલમ 66(ડી) મુજબ) આરોપી સાહીલ દિલીપભાઈ તન્ના (ઉ.વ. 46, રહે. ન્યુ જાગનાથ પ્લોટ-22, બ્લોક નં-એ-2, રાજકોટ) સંડોવાયેલો હતો. આ આરોપી છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હોવાથી તેના વિરુદ્ધ કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ-72 હેઠળ વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
દરમિયાન, એલસીબી શાખાનો સ્ટાફ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી સાહિલ તન્નાને ગોમટા ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ તેને આગળની કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ