કારે બાઈકને અડફેટે લીધું, પાંચ સામે ગુનો નોંધાયો
હળવદ GIDC વિસ્તારમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ કાર વડે દંપતીને કચડી નાખવાનો પ્રયાસ કરાયો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આ મામલે હળવદ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
હળવદ ૠઈંઉઈ હનુમાનજી મંદિર પાસે રહેતા પાયલબેન અર્જુનભાઈ સડલીયા (ઉં.વ.23) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ રફીક કાદર જામ, હારૂન કાસમ, નિઝામ, સમીર રફીક જામ અને સુરેશ પરમાર (તમામ રહે. હળવદ) ફોર વ્હીલ કાર નંબર ૠઉં-36-અઉં-0820 લઈને તેમના ઘરે આવ્યા હતા.
આરોપીઓએ ફરિયાદી અને તેમના પતિને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કાર તેમના પતિના મોટરસાયકલ પર ચડાવી દઈ વાહનને નુકસાન પહોંચાડ્યું હતું અને ફરિયાદીના પતિને પણ કારની અડફેટે લઈ કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પાયલબેનની ફરિયાદના આધારે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
