વાડલા ગીરના જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસેલા પાંચ ઝડપાયા

વન વિભાગે આંકોલવાડી ગીરના પાંચ શખ્સો પાસેથી રૂ. 1.25 લાખનો દંડ વસુલ્યો

કે તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર રેન્જમાં આવેલ બામણાસા રાઉન્ડ નાં રેવન્યુ વિસ્તારમાં તથા ગીર અભયારણ્ય માં ગેરકાયદેસર સિંહ દર્શન માટે લોકો ઘુસે નહીં જેના અંતર્ગત નાયબ વન સંરક્ષક શ્રી ગીર પશ્ચિમ વિભાગ-જુનાગઢ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી જામવાળા તથા આંકોલવાડી ગીર આર.એફ.ઓ.નાં માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા અવિરત પેટ્રોલિંગ ગોઠવી ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં તત્વો ઉપર વોંચ રાખવામાં આવી રહી છે.
આ દરમિયાન દિવસના સમયે વાડલા ગીરના જંગલ વિસ્તારમાં વનવિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સાગર સુવાગીયા,ભાર્ગવ પુરોહિત રે.બંને આંકોલવાડી ગીર તથા રાત્રીના સમયે જીગ્નેશ દુધરેજીયા,વિશાલ ચિત્રોડા અને પ્રિન્સ વઘાસિયા રે.ત્રણેય આંકોલવાડી ગીર વાળાને વાડલા ગીરના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં સિંહ દર્શન કરવાનાં ઈરાદે ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોય બામણાસા રાઉન્ડ નાં ફોરેસ્ટ ગાર્ડ બારડભાઈ તથા ઓડેદરાભાઈ તથા જોરાણાભાઈ એ કુલ પાંચ શખ્સોને જંગલમાંથી ઝડપી લીધા હતાં.જંગલમાં ઘૂસી ગયેલ પાંચેય શખ્સો વિરુદ્ધ આંકોલવાડી રેન્જ નાં વનપાલ લલીતભાઈ ડેર એ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ કાર્યવાહી કરી રૂ.એક લાખ 25 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.વનવિભાગની કડક કાર્યવાહીથી જંગલમાં ઘૂસી ગેરકાયદેસર સિંહ દર્શન નાં શોખીન લોકોમાં ફફડાટ ફેલાયો છે.

રિલેટેડ ન્યૂઝ