સ્માર્ટ મીટર – સ્માર્ટ વપરાશ – સ્માર્ટ બચત સ્માર્ટ મીટર લેવામાં રાજકોટ જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ : 42 હજારથી વધુ ગ્રાહકો જોડાયા

ગ્રાહકોને મળ્યું રૂ. 1.70 કરોડથી વધુનું વળતર

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પી.જી.વી.સી.એલ.) દ્વારા વીજ ગ્રાહકોને આધુનિક, પારદર્શક અને સુવિધાજનક વીજ સેવા પૂરી પાડવાના હેતુથી સમગ્ર પશ્ચિમ ગુજરાત વીજ ઝોનમાં સ્માર્ટ મીટર સ્થાપનની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં પશ્ચિમ ગુજરાત વીજ વિસ્તારમાં 8.20 લાખથી વધુ સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ પણ સ્માર્ટ મીટર સ્થાપનની કામગીરી વિવિધ ડિવિઝનોમાં વેગવંતી બની છે. કચેરી દ્વારા જણાવ્યા મુજબ, રાજકોટ ગ્રામ્ય વર્તુળ વિસ્તારમાં 42,000થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર અપનાવ્યાં છે, જેમાં ધોરાજીમાં 10,100, ગોંડલમાં 11,000, જસદણમાં 8,400, જેતપુરમાં 4.850 તથા રૂરલ ડિવિઝનમાં 7,850 ગ્રાહકોનો સમાવેશ થાય છે.
ટાઈમ ઓફ યુઝ (ઝઘઞ) યોજના હેઠળ ગ્રાહકોને વિશેષ વળતર
સ્માર્ટ મીટર અપનાવનાર ગ્રાહકો માટે ટાઈમ ઓફ યુઝ (ઝઘઞ) યોજના ખાસ લાભદાયી બની રહી છે. ૠઊછઈના વર્ષ 206-27ના ટેરિફ ઓર્ડર મુજબ પાત્ર સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળામાં વીજ વપરાશ કરવા બદલ રૂ. 0.60 પ્રતિ યુનિટનું ઝઘઞ વળતર આપવામાં આવે છે.
આ વ્યવસ્થાથી ગ્રાહકો પોતાના વીજ વપરાશનો સમય યોગ્ય રીતે નક્કી કરીને વીજ બિલમાં બચત કરી શકે છે. ખાસ કરીને વોશિંગ મશીન પાણીની મોટર તથા અન્ય વીજ ઉપકરણોનો વપરાશ શક્ય હોય ત્યાં સુધી ઝઘઞ સમયગાળા દરમિયાન કરવાથી ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે.
પાંચ મહિનામાં રૂ. 1.70 કરોડથી વધુનું વળતર
રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ઝઘઞ હેઠળ 23,800થી વધુ સ્માર્ટ મીટર અપનાવનાર ગ્રાહકોને રૂ. 1.70 કરોડથી વધુનું ડિસ્કાઉન્ટ વીજ બિલમાં આપવામાં આવ્યું છે.
આ આંકડા દર્શાવે છે કે, સ્માર્ટ મીટર ગ્રાહકો માટે માત્ર વીજ વપરાશ માપવાનું આધુનિક સાધન જ નહી પરંતુ વીજ વપરાશને યોગ્ય સમયે સુનિયોજિત કરીને બિલમાં બચત મેળવવાનું અસરકારક માધ્યમ પણ બની રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ