કાલાવડનાં રણુજા ખાતે લોકમેળાનો પ્રારંભ

સાંસદ પુનમબેન માડમે કર્યું ઉદ્ઘાટન: મેળામાં ઉમટી પડી જનમેદની

કાલાવડ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ રણુજા ખાતે ભાદરવા સુદ નોમના પાવન અવસરે, શ્રી રામદેવજી મહારાજ મંદિરના સાનિધ્યમાં ત્રણ દિવસીય ભવ્ય લોકમેળાનો પ્રારંભ થયો છે. તા.20 સપ્ટેમ્બર, 2026, રવિવાર થી શરૂ થયેલો આ મેળો તા. 22 સપ્ટેમ્બર, 2026, મંંગળવાર સુધી ચાલશે. સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ અને ભક્તો આ મેળામાં બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મેળાના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય ઉદ્ઘાટક તરીકે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આર. સી. ફળદુ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો.વિનોદભાઈ ભંડેરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સુેજલ બથવાર , ઉપપ્રમુખ હરપાલસિંહ જાડેજા, ઉપેન્દ્ર જેસડીયા,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અભિષેકભાઈ પટવા, તાલુકા ભાજપ કાલાવડના પ્રમુખ શ્રી સંજયભાઈ ડાંગરિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી નિરવભાઈ ભટ્ટ, લાલજીભાઈ ટોયટા, જિલ્લા યુવા ભાજપ પર્વ પ્રમુખ શ્રી ભૂમિતભાઈ ડોબરીયા,મહામંત્રી શ્રી ભાવેશભાઈ વિરડીયા, અંબાલાલસિંહ જાડેજા,જીલ્લા પંચાયત સદસ્ય દેવદાનભાઈ જારીયા,ગાંડુભાઈ ડાંગરીયા, જમનભાઈ તારપરા, એમ.પી. ડાંગરીયા,નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા, કાલાવડ શહેર પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, જે પી મારવિયા , રાજુભાઈ મારવિયા, પત્રકાર રાજુભાઈ રામોલીયા , સાગર સાંઘાણી , સહિતના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
મેળાની મુખ્ય વિશેષતાઓ
ક્ષ શોભાયાત્રા: મેળાના પ્રારંભે નવા રણુજા અને જુના રણુજા ધામ ખાતેથી શ્રી રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ક્ષ ધ્વજારોહણ અને પૂજન: સવારે 9:30 કલાકે સમાધિ ઉત્સવ, સમાધિ દિવસ, અને ધ્વજાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્ષ મહાપ્રસાદ: મેળાના ત્રણેય દિવસ દરમિયાન, દરરોજ બપોરે અને સાંજે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમો: રાત્રિ દરમિયાન સંતવાણી, કાનગોપી, અને રામામંડળ જેવા આધ્યાત્મિક અને લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા અને ઉત્સાહનો સંચાર કરી રહ્યા છે.
આ ત્રણ દિવસીય મેળો મિની તરણેતર મેળો તરીકે પણ જાણીતો છે અને તે સમાજના અઢારે વર્ણના લોકોને એકસાથે લાવવાનું કાર્ય કરી રહ્યો છે. અહીં આવતા ભક્તો પરિવારો સાથે મેળાનો આનંદ લઈ રહ્યા છે અને ગુજરાતની સમૃદ્ધ પરંપરા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો મહિમા માણી રહ્યા છે. આ મેળો આધ્યાત્મિકતા અને લોકજીવનના સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ