અમેરિકા અને ઇરાન વચ્ચેના યુધ્ધનો તનાવ હજુ યથાવત છે અને તેની સાથે અમેરિકામાં સંસદની ચૂંટણીઓ આગામી માસના મધ્યમાં યોજાવાની છે તે સમયે ઇરાને એક 25 પાનાનો પત્ર અમેરિકી મતદારોને લખીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પક્ષ રીપબ્લીકન પાર્ટી વિરુધ્ધ મતદાન કરવા જણાવતા જ જબરો વિવાદ સર્જાઇ ગયો છે. એક લાંબા પત્રમાં ઇરાને કંઇ રીતે અમેરિકાએ કોઇ કારણ વગર યુધ્ધ છેડ્યું અને છતાં પણ ઇરાને તેનો કઇ રીતે આકરો જવાબ આપ્યો તે તમામ માહિતીઓ દર્શાવાઇ છે અને તેની સાથે ચૂંટણીમાં ટ્રમ્પ અને તેમના પક્ષ વિરુધ્ધ મતદાન કરીને પરાજીત કરવા હાકલ કરી છે. એટલું જ નહીં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે ઇઝરાયેલને સૈન્ય સહાયતા આપી રહ્યા છે તેનો પણ વિરોધ કરવા અપીલ કરવામાં આવી છે. ચૂંટણી સમયે આ પત્ર એટલો મહત્વનો ગણવામાં આવે છે કે અમેરિકામાં આ યુધ્ધને કારણે કે ગેસોલીનના ભાવમાં ભારે વધારો થયો છે અને અમેરિકામાં મોંઘવારી પણ વધતી ગઇ છે જેની અસર સામાન્ય અમેરિકનો પર સૌથી વધુ પડી છે અને તેઓ ટ્રમ્પની નીતિનો વિરોધ પણ કરી રહ્યા છે તે સમેયે ઇરાને આ પત્ર લખીને તેમને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો છે. ઇરાને આક્ષેપ કર્યો છે કે પ્રમુખ ટ્રમ્પએ અમેરિકાનું યુધ્ધ બીઝનેશ મોડેલ ચલાવી રહ્યા છે.
ઇરાનની રીવોલ્યુશનરી ગાર્ડના પ્રવક્તા હુસૈન મોહબ્બીએ અમેરિકી લોકોને સંબોધીત કરતા કહ્યું કે દુનિયાભરમાં અમેરિકાના 800 લશ્કરી મથકો આવેલા છે અને ફક્ત સેના પર જ અમેરિકા 1 ટ્રીલીયન ડોલરનો ખર્ચ કરે છે જેથી અમેરિકાને સુરક્ષીત રાખવામાં આવે પરંતુ તેનાથી સામાન્ય અમેરિકનોને કોઇ લાભ નથી એટલુ જ નહીં આ પત્રમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર વ્યક્તિગત હુમલા પણ કરવામાં આવ્યા છે અને જે રીતે હોર્મુઝ જળમાર્ગ બંધ કરાયો છે તેના પર ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા છે અને તેની સાથે ક્રુડઓઇલના ભાવના વધારા બદલ પણ ટ્રમ્પની નીતિને જવાબદાર ગણાવી છે.
