જીવ આપશુ પણ જળ નહીં આપીએ સિંગસર માઈનિંગ મુદ્દે ખેડૂતો વિફર્યા

2010ની પર્યાવરણીય મંજૂરીની શરતોનું ઉલ્લધંન: ખેતીલાયક જમીનને નુકશાન થયાનો ખેડૂતોનો આક્ષેપ

સિંગસર લાઇમસ્ટોન માઇનિંગ મુદ્દે સિંગસર સહિત આસપાસના ગામોના ખેડૂતોનો વિરોધ યથાવત છે ખેડૂતોની ઉગ્ર રજૂઆત છે કે વર્ષ 2010માં આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરી (ઊઈ)ની શરતોનું યોગ્ય પાલન ન થવાને કારણે કંપનીની માઇનિંગ કામગીરીથી ખેડૂતોની ખેતીલાયક જમીનને નુકસાન થયું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ સિંગસર માઇનિંગ લીઝનો વિસ્તાર 728.1156 હેક્ટર છે, જેમાં મોટો હિસ્સો ખેડૂતોની જમીનનો છે. ખાણકામ દરમિયાન ભૂગર્ભ જળ ખેંચવાની કામગીરીથી આસપાસના કૂવા-બોરના પાણીના સ્તર અને ખેતી પર પ્રતિકૂળ અસર થવાની પણ ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે 2010ની પર્યાવરણીય મંજૂરીની તમામ શરતોનું કડક પાલન કરાવવામાં આવે, ખાનગી ખેતીની જમીન અને પિયતના પાણીનું રક્ષણ કરવામાં આવે તેમજ ભૂગર્ભ જળ ખેંચવાની કામગીરી પર નિયંત્રણ મૂકવામાં આવે.
દરમિયાન શનિવારની રાત્રે સિંગસર ગામે ખેડૂતોની મહાબેઠક યોજાઈ હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ ત્યારબાદ કંપની દ્વારા વહેલી સવારે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખેડૂતો સ્થળ પર એકત્ર થાય ત્યારે કામગીરી બંધ કરવામાં આવે છે અને ખેડૂતો હટી જાય બાદ ફરી કામગીરી શરૂ કરવામાં આવતી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.
જમીન, પાણી અને ખેતીના રક્ષણના મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોનો વિરોધ યથાવત છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા પોતા ની માલિકી ના રસ્તા ઉપર ટ્રેક્ટરની ટોલી થી બંધ કરી દેવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ