૨૪ કેરેટ સોનું પણ રૂપિયા ૩૦૦૦થી વધુ ઘટ્યું છે
છેલ્લા કેટલાક દિૃવસોથી સોના અને ચાંદૃીના ભાવમાં સતત કડાકો જોવા મળી રહૃાો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ)થી લઈને સ્થાનિક ઘરેલુ બજાર સુધી ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદૃી વાયદૃા કારોબારમાં ૯૦૦૦ રૂપિયાથી વધુ અને ઘેરલુ બજારમાં ૧૧,૦૦૦ રૂપિયાથી વધુ ઘટી ગઈ છે, જેના કારણે તે તેના ઓલ-ટાઈમ હાઈ લેવલથી આશરે ૧.૯૪ લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. આ સાથે જ ૨૪ કેરેટ સોનાના ભાવમાં પણ જોરદૃાર ઘટાડો થયો છે.
સ્ઝ્રઠ પર વાયદૃા કારોબારની વાત કરીએ તો, ૪ ડિસેમ્બરની એક્સપાયરી વાળી ૧ કિલો ચાંદૃી ૨૫ સપ્ટેમ્બરે, ૨,૩૪,૬૯૬ રૂપિયા પર બંધ થઈ હતી, જે ગત શુક્રવારે ઘટીને ૨,૨૫,૫૪૫ રૂપિયા પર આવી ગઈ છે. આમ, માત્ર પાંચ જ દિૃવસમાં આ િંકમતી ધાતુ ૯૧૫૧ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. આ વર્ષના જાન્યુઆરીના આખરી અઠવાડિયામાં ચાંદૃીનો વાયદૃો ૪,૨૦,૦૪૮ રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો, જેની સરખામણીએ હવે ચાંદૃી ૧,૯૪,૫૦૩ રૂપિયા પ્રતિ કિલો સસ્તી મળી રહી છે. સ્થાનિક ઘરેલુ બજારમાં પણ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (ૈંમ્ત્નછ)ના આંકડા મુજબ ચાંદૃીનો ભાવ ૨,૩૨,૩૫૦ રૂપિયાથી ૧૧,૫૨૧ રૂપિયા ઘટીને ૨,૨૦,૮૨૯ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ચાંદૃીની સાથે સોનાની િંકમતોમાં પણ ઘટાડો થયો છે. એમસીએક્સ પર ૪ ડિસેમ્બરની એક્સપાયરી વાળું ૧૦ ગ્રામ ૨૪ કેરેટ
સોનું ૨૫ સપ્ટેમ્બરના ૧,૫૩,૨૭૭ રૂપિયાથી ઘટીને શુક્રવારે ૧,૫૦,૨૫૦ રૂપિયા પર બંધ થયું હતું. એટલે કે સ્ઝ્રઠ ગોલ્ડ રેટમાં ૩૦૨૭ રૂપિયાનો ઘટાડો થયો છે. ઘરેલુ બજારની વાત કરીએ તો પાંચ દિૃવસમાં સોનાની િંકમત ૧,૫૨,૧૧૩ રૂપિયાથી ઘટીને ૧,૪૮,૧૩૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગઈ છે, જેનાથી સોનું ૩૯૭૫ રૂપિયા સસ્તું થયું છે. ઉલ્લેખનીય છે કે આઈબીજેએ દ્વારા જાહેર થતા ભાવ સમગ્ર દૃેશમાં એક સમાન રહે છે, પરંતુ ઝવેરીની દૃુકાનમાંથી દૃાગીના ખરીદૃતી વખતે ૩ ટકા જીએસટી અને મેિંકગ ચાર્જ અલગથી ચૂકવવા પડે છે.
