પશ્ર્ચિમી દૃેશોના દૃબાણ છતાં, ભારત પોતાની ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપી રશિયા સાથેના સંબંધો જાળવી રહૃાું છે
ભારત અને રશિયા વચ્ચેના સંબંધો તથા રશિયન ક્રૂડ ઓઇલની આયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુક્રેન યુદ્ધ બાદૃ ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદૃવાનું શરૂ કર્યું હતું. આ મુદ્દે અમેરિકા સહિત પશ્ર્ચિમી દૃેશો તરફથી ભારત પર સતત દૃબાણ જોવા મળ્યું છે. જોકે, ભારતે પોતાના ઊર્જા હિતોને ધ્યાનમાં રાખીને રશિયા સાથેના સંબંધો જાળવી રાખવાનો સંકેત આપ્યો છે.
વિદૃેશ મંત્રી એસ. જયશંકરે રશિયન તેલ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરતાં કહૃાું છે કે બાહૃા દૃબાણ છતાં ભારત મોસ્કો સાથેના સંબંધોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
વિદૃેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક દૃરમિયાન ભારતની રશિયા પર ક્રૂડ ઓઇલ માટેની નિર્ભરતા, યુક્રેન યુદ્ધ અને વૈશ્ર્વિક ઊર્જા પુરવઠા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
યુક્રેન યુદ્ધ પહેલાં ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો ખૂબ ઓછો હતો. એક સમયે ભારતીય ઓઇલ બાસ્કેટમાં રશિયન ક્રૂડનો હિસ્સો ૨ ટકાથી પણ ઓછો હતો. જોકે, યુદ્ધ બાદૃ પશ્ર્ચિમી દૃેશો દ્વારા રશિયન તેલ પર પ્રતિબંધો અને વૈશ્ર્વિક બજારમાં બદૃલાયેલા સપ્લાય પેટર્ન વચ્ચે ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદૃીમાં વધારો કર્યો.
બેઠક દૃરમિયાન રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો આશરે ૫૨ ટકા સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું હતું. પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પરંપરાગત તેલ સપ્લાયરો પાસેથી પુરવઠા પર અસર પડતી હોવાના કારણે પણ રશિયા ભારત માટે મહત્વપૂર્ણ ઊર્જા ભાગીદૃાર બન્યું છે.
ચર્ચા દૃરમિયાન એ મુદ્દો પણ સામે આવ્યો કે યુક્રેન યુદ્ધ ચાલુ હોવા છતાં કેટલાક યુરોપિયન દૃેશો પોતાની ઊર્જા જરૂરિયાતો માટે રશિયા પાસેથી ચોક્કસ ઊર્જા ઉત્પાદૃનોની આયાત ચાલુ રાખી રહૃાા છે. ભારતનું કહેવું છે કે વૈશ્ર્વિક ઊર્જા બજારની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના રાષ્ટ્રીય હિત મુજબ ઊર્જા ખરીદૃીના નિર્ણયો લેવા જરૂરી છે.
ભારતે અનેક વખત સ્પષ્ટ કર્યું છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદૃીનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ગ્રાહકો અને અર્થતંત્ર માટે ઊર્જાની સુરક્ષા જાળવવાનો છે. વૈશ્ર્વિક સ્તરે તેલના ભાવ અને પુરવઠામાં અસ્થિરતા વચ્ચે ભારત માટે સસ્તા અને સ્થિર ક્રૂડ ઓઇલનો પુરવઠો મહત્વપૂર્ણ બની રહે છે.
જયશંકરે બેઠક દૃરમિયાન યુક્રેન સંઘર્ષ અંગે પણ ભારતનું વલણ રજૂ કર્યું હતું. ભારત સતત કહી રહૃાું છે કે યુદ્ધનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી દ્વારા શોધવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુતિન તેમજ યુક્રેનના નેતૃત્વ સાથે પણ વાતચીત કરી ચૂક્યા છે.
