નડિયાદ રેલવે સ્ટેશન ખાતે બનેલી ઘટના; રૂા.૩.૭૬ કરોડના સોનાની લૂંટ ચલાવનારા ઝડપાયા

બુલીયનનો કર્મી ત્રણ કિલોની સોનાની ચેઈનો લઈ નડિયાદૃ ખાત્ો આવ્યો હતો

અમદૃાવાદૃ જિલ્લા અન્ો રેલવે પોલીસનું સંયુક્ત ઓપરેશન

પોલીસની સતર્કતા અન્ો િંહમતના લીધે લૂંટેલા મુદ્દામાલ સાથે ચાર પકડાયા

કોલકત્તાથી સોનુ લઈન્ો આવી રહેલા બુલીયનના કર્મીના હાથમાંથી રૂા.૩.૭૦ કરોડની સોનાની ચેઈન ભરેલી બ્ોગ લઈન્ો નાસી છૂટેલા ચારન્ો જિલ્લા પોલીસ અન્ો રેલવે પોલીસ્ો દિૃલધડક ઓપરેશન બાદૃ ઝડપી પાડ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ કોલકત્તાથી રૂા.૩,૭૦,૩૦,૮૫૧ ની સોનાની ચેઈનો ભરેલી બ્ોગ લઈ બુલીયનના કર્મી ભરતભાઈ ચૌધરી (રહે. મોજરૂ, તા.દિૃયોદૃર, જિ.બનાસકાંઠા) હાવડા-અમદૃાવાદૃ એક્સપ્રેસ દ્વારા નડિયાદૃ આવ્યા હતા.
ત્ોમજ ત્ોઓ રેલવે સ્ટેશન બહાર નીકળી રહૃાા હતા ત્ો દૃરમિયાનમાં સફેદૃ કલરની ટિયાગો કારમાં આવેલી વ્યક્તિઓ ત્ોમના હાથમાંથી સોનુ ભરેલી બ્ોગ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. આ બાબતનો મેસ્ોઝ અમદૃાવાદૃ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટની સ્ાૂચના મુજબ એલસીબીના પીઆઈ કરમટિયાની ટીમ, વિરમગામના મદૃદૃનશીલ પોલીસ અધિક્ષક માનસી મીણાની ટીમે મેસ્ોજ આધારે તપાસ શરૂ કરી હતી ત્ોમજ પશ્ર્ચિમ રેલવે પોલીસ, વડોદૃરાના પીઆઈ પરમારની ટીમે પણ લૂંટારૂઓનું પકડવા સંયુક્ત રીત્ો વોચ ગોઠવી હતી.
દૃરમિયાનમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ અરજણભાઈ પંચમુખી હનુમાન સર્કલ પાસ્ોથી મેસ્ોજના આધારે લૂંટમાં સંડોવાયેલી બલેનો કારન્ો કોર્ડન કરી અટકાવી હતી અન્ો બનાસકાંઠાના ઓડા ગામના સાવન ભાવેશભાઈ ચૌધરીન્ો પકડ્યો હતો.
ત્ોની પ્ાૂછપરછમાં ખુલ્યુ હતું કે, લૂંટના મુદ્દામાલ સાથે ત્રણ જણાં ટિયાગો કારમાં હોવાનુ અન્ો ત્ોઓ વિરમગામ પંચમુખી સર્કલથી નિલકી ગામ તરફ ભાગ્યા હોવાનું ખુલ્યુ હતું.
ત્ોથી વિરમગામ પીઆઈ એસએ ગઢવી અન્ો એલસીબીની ટીમે ત્ો કારનો પીછો કર્યો હતો. કાર પુર ઝડપ્ો બ્ોચરાજી તરફ ભગાવી લૂંટારૂઓએ નાસવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, પીઆઈ ગઢવીએ ચાલુ કારનો દૃરવાજો ખોલી હેન્ડબ્રેક દૃબાવી કારન્ો પકડી સ્ટિયરીંગ ઉપર કાબ્ાૂ મેળવી કારન્ો આંતરી હતી. આમ બંન્ો ટીમોએ ત્રણેયન્ો ઝડપી રૂા.૩,૭૦,૩૦,૮૫૧ની સોનાની ચેઈનો, પાંચ મોબાઈલ ફોન, રૂા.૮,૯૦૦, કાર મળી કુલ રૂા.૩,૭૬,૬૯,૭૫૧નો મુદ્દામાલ ત્ોઓ પાસ્ોથી કબજે કર્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ અન્ય પકડાયેલા ત્રણ લૂંટારૂઓ પણ બનાસકાંઠા જિલ્લાના છે. ત્ોઓના લૂંટના પ્લાન બાબત્ો રેલવે પોલીસ્ો વધુ તપાસ હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ