સેનાના જવાનનો મૃતદૃેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, ૪ના મોત

પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત

ઉત્તરપ્રદૃેશના સુલતાનપુર જિલ્લામાં પ્ાૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક સ્ૌનિકના ડેડબોડીન્ો લઇન્ો જતી એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ડેડબોડી સાથે પ્રવાસ કરી રહેલા ચાર લોકોના મોત થયા હતા.

મૃતકોમાં ફૌજીના પુત્ર, ભાઈ અને ભત્રીજાનો સમાવેશ પોલીસે મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ માટે અયોધ્યા મોકલ્યા

ચંદૃીગઢમાં તૈનાત સેનાના એક જવાનના નિધન બાદૃ તેમના પાર્થિવ શરીરને દૃેવરિયા લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ ઉત્તર પ્રદૃેશના સુલતાનપુર પાસેથી પસાર થતા પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માતનો શિકાર બની હતી. પૂર્વાંચલ એક્સપ્રેસવેના માઈલ સ્ટોન ૭૯ પાસે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો જોરદૃાર હતો કે એમ્બ્યુલન્સનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દૃોડી આવી હતી અને મૃતદૃેહોને કબજામાં લઈને અયોધ્યાના કુમારગંજ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મળેલી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ સેનાની હતી, જેમાં ચંદૃીગઢમાં તૈનાત આર્મીના સૂબેદૃાર સત્યવાન ફૌજીનો પાર્થિવ દૃેહ રાખવામાં આવ્યો હતો. તેમના પરિવારજનો આ પાર્થિવ દૃેહને લઈને ઉત્તર પ્રદૃેશના દૃેવરિયા સ્થિત તેમના વતન જઈ રહૃાા હતા. આ દૃુર્ઘટનામાં એમ્બ્યુલન્સ ચાલક જસપાલ, રાજન િંસહ, ગૌરવ િંસહ અને રામ સમજ નામના ચાર વ્યક્તિઓના મોત થયા છે. સુલતાનપુરપુર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે સૂબેદૃાર સત્યવાન ફૌજી દૃેવરિયાના રુદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા. સુલતાનપુરના એસપી વિનીત જયસ્વાલના જણાવ્યા અનુસાર, સૂબેદૃાર સત્યવાન ફૌજીનું ચંદૃીગઢમાં અવસાન થયું હતું, ત્યારબાદૃ તેમનો પુત્ર અને પરિવારના અન્ય સભ્યો પાર્થિવ શરીર લઈને દૃેવરિયા પરત ફરી રહૃાા હતા, તે દૃરમિયાન સુલતાનપુર જિલ્લામાં આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. આ દૃુર્ઘટનામાં ફૌજી સત્યવાનના પુત્ર, ભાઈ અને ભત્રીજા સહિત ચારેય લોકોના મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

રિલેટેડ ન્યૂઝ