રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વચ્ચે સહભાગિતાનો પ્રારંભ

ભારતમાં દસ લાખ બાળકીઓ અને યુવતીઓના સશક્તિકરણનો હેતુ

રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝની પરોપકારી શાખા ’ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન’ દ્વારા લાંબાગાળાની સહભાગિતા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેનો હેતુ સમગ્ર ભારતમાં દસ લાખ બાળકીઓ અને યુવતીઓના સશક્તિકરણનો છે.
આ કાર્યક્રમ 14 થી 20 વર્ષની વયની ગ્રામીણ અને શહેરી બંને સમુદાયોની બાળકીઓ અને યુવતીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, તે અંતર્ગત તેમનામાં જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેની શરૂઆત ભારતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી થશે, ભવિષ્યમાં દેશના અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણ કરવાની યોજના છે. આ પહેલ યુવતીઓ અને બાળકીઓમાં ડિજિટલ તેમજ નાણાકીય સાક્ષરતા ફેલાવવામાં મદદ કરશે અને તેમને શૈક્ષણિક અભ્યાસક્રમો, તાલીમ અને આજીવિકા જેવા ભવિષ્યના માર્ગો વિશે માહિતગાર કરશે, જેથી તેઓ પોતાના જીવનના આગામી તબક્કા વિશે યોગ્ય નિર્ણય લઈ શકે.
આ ભાગીદારી અંગે વાત કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, હું માનું છું કે દરેક બાળકી પાસે મોટું સપનું જોવાનો આત્મવિશ્વાસ, નેતૃત્વ કરવાની હિંમત અને પોતાની આકાંક્ષાઓ પૂરી કરવાની તક હોવી જોઈએ. મને ખુશી છે કે આ ભાગીદારી થકી રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન એક મિલિયન બાળકીઓ અને યુવતીઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે જરૂરી મક્કમતા પૂરી પાડવા માટે એક થઈ રહ્યા છે – જે વ્યક્તિથી લઈને તેમના પરિવાર અને સમગ્ર સમુદાય સુધી વિસ્તરતા એક શક્તિશાળી પરિવર્તનની શરૂઆત કરશે.
આ અંગે ધ એસ્ટે લોડર કંપનીઝના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી સ્ટેફન ડી લા ફેવેરીએ જણાવ્યું હતું કે ભારતમાં બાળકીઓ અને યુવતીઓ માટે વધુ તકો ઊભી કરવા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે, જે તેમનામાં આધુનિક કાર્યો માટેના માનવસમૂહમાં જોડાવા માટે અને સફળ થવા માટે જરૂરી કૌશલ્યોનું નિર્માણ કરશે. ધ એસ્ટે લોડર કંપનીઝની સ્થાપના એક અસાધારણ મહિલા ઉદ્યોગસાહસિક દ્વારા કરવામાં આવી હતી અને આજે આપણી વૈશ્વિક કાર્યક્ષમતામાં મહિલાઓનો હિસ્સો 80 ટકા કરતાં પણ વધુ છે. જ્યારે મહિલાઓને શીખવાની, નેતૃત્વ કરવાની અને પોતાનું ભવિષ્ય જાતે ઘડવાની તક મળે છે ત્યારે તેઓ જે જબરદસ્ત અસર ઊભી કરી શકે છે તે આપણે જાણીએ છીએ. વધુ મહિલાઓ અને યુવતીઓને તેમની ક્ષમતાઓને ઓળખવામાં અને ભવિષ્યને નવો આકાર આપવામાં મદદ કરવા માટે એકસાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ.
ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વિશે
ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન (ઊકઈઈઋ) પ્રેસ્ટિજ બ્યુટી ક્ષેત્રે અગ્રેસર ’ધ એસ્ટે લોડર કંપનીઝ’ની વૈશ્વિક પરોપકારી શાખા છે. ધ એસ્ટે લોડર કંપનીઝ અને શ્રીમતી એસ્ટે લોડરના વારસાને કાર્યોમાં પરિવર્તિત કરીને ઊકઈઈઋ એવા બિન-નફાકારક સંગઠનોને મદદ પૂરી પાડે છે જે આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતાની પરિવર્તનકારી શક્તિ દ્વારા મહિલાઓ અને યુવતીઓને સમૃદ્ધ અને આગળ વધવા માટે સક્ષમ બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ