આસામમાં કેજરીવાલને ઝટકો આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત

પશ્ર્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરાલા, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો એકમાં કોંગ્રેસ અને એકમાં અભિનેતા થલાપતિ વિજયની પાર્ટીની જીત થઈ છે. આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં સૌથી મોટો ઝટકો અરિંવદ કેજરીવાલની આમ આદૃમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપની એવી શરમજનક સ્થિતિમાં મુકાયુ છે કે, તેને એક ટકાથી પણ ઓછા મત ળ્યા છે. આસામમાં કુલ ૧૨૬ વિધાનસભા બેઠકો છે, ત્યારે આમ આદૃમી પાર્ટીએ માત્ર ૨૧ ઉમેદૃવારોને મેદૃાનમાં ઉતાર્યા હતા. AAPએ ભાજપ પહેલા જ ઉમેદૃવારોના નામની જાહેરાત કરીને એવા સંકેત આપ્યા હતા કે, પાર્ટી આસામના ચૂંટણી જંગમાં પહેલેથી જ તૈયાર છે. કેજરીવાલની પાર્ટીએ જે ઉમેદૃવારો પર વિશ્ર્વાસ મૂક્યો હતો, તેઓને રાજ્યમાં કે રાષ્ટ્રીયસ્તરે ખાસ કોઈ ઓળખતું નથી, પરંતુ તે ઉમેદૃવારો હાથમાં ઝાડુ લઈને અરિંવદૃ કેજરીવાલના વિજનને આગળ વધારી રહૃાા હતા.

રિલેટેડ ન્યૂઝ