પાકિસ્તાનમાં પોલીસ ચોકી પર આત્મઘાતી હુમલો
આ હુમલો ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારના બન્નુ જિલ્લામાં થયો હતો, જે અફઘાનિસ્તાન સરહદની નજીક છે
પાકિસ્તાનના ઉત્તર-પશ્ર્ચિમ વિસ્તાર બન્નૂમાં શનિવારે ખતરનાક હુમલો થયો હતો. આ હુમલાએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા વધુ એકવાર હચમચાવી મૂકી છે. હુમલામાં પહેલા એક કારમાં વિસ્ફોટ કર્યો અને પછી પોલીસકર્મીઓ પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૧૪ પોલીસકર્મીઓના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, આ હુમલો ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારના બન્નુ જિલ્લામાં થયો હતો, જે અફઘાનિસ્તાન સરહદૃની નજીક છે. અહીં એક પોલીસ ચોકીને નિશાન બનાવવામાં આવ્યું. પોલીસ અધિકારી અનુસાર, હુમલાખોરે વિસ્ફોટથી ભરેલી એક ગાડીમાં પોલીસ સ્ટેશન પાસે વિસ્ફોટ કર્યો હતો. ધડાકો એટલો જોરદૃાર હતો કે આખું પોલીસ સ્ટેશન ધરાશાયી થઈ ગયું હતું. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસ અધિકારીઓના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ તેનાથી પણ વધુ નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહૃાું છે. પોલીસ અધિકારી સજ્જાદૃ ખાનના જણાવ્યા મુજબ, સ્ટેશન પર ત્યારે લગભગ ૧૫ પોલીસકર્મી ડ્યુટી પર હાજર હતા, જેમાંથી મોટાભાગના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આખરી આંકડા ઓપરેશન પૂરું થયા પછી જ બહાર આવશે.
હુમલાની રીત ખૂબ જ ખતરનાક હતી. પહેલા કારને મેઇન ગેટ સાથે ટકરાવીને ધડાકો કરવામાં આવ્યો. બ્લાસ્ટ પછી આસપાસના પોલીસકર્મીઓ મદૃદૃ માટે સ્થળ પર પહોંચ્યા અને હુમલાખોરોએ તેમને ઘાત લગાવીને હુમલો કર્યો. આ દૃરમિયાન બંને તરફથી ગોળીબાર થયો, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. રિપોર્ટ મુજબ, અન્ય પોલીસ અધિકારી જાહિદૃ ખાને જણાવ્યું કે, આ હુમલામાં એક આત્મઘાતી હુમલાખોર પણ સામેલ હતો, જેણે વિસ્ફોટકોથી ભરેલી ગાડી સ્ટેશન પાસે ઉડાવી દૃીધી. ત્યારબાદૃ અનેક ધડાકાના અવાજો સાંભળવામાં આવ્યા.
રિપોર્ટ્સ મુજબ, હુમલાખોરોએ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો, જેના કારણે આ હુમલો વધુ ખતરનાક બની ગયો. આથી સ્પષ્ટ થાય છે કે હુમલાખોરો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા.
