ફારસની ખાડીમાં ફરી હુમલો, કતાર નજીક બ્રિટનના માલવાહક જહાજમાં લાગી આગ

ફારસની ખાડીમાં સમુદ્રી જહાજો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે કતારના દૃરિયાકાંઠા પાસે એક બ્રિટિશ માલવાહક જહાજને અજ્ઞાત હથિયાર વડે નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્રિટનની દૃરિયાઈ સુરક્ષા એજન્સી ેંર્સ્ં એ આ હુમલાની પુષ્ટિ કરી છે.
મળતી માહિતી મુજબ, આ હુમલો કતારની રાજધાની દૃોહાથી લગભગ ૪૩ કિમી ઉત્તર-પૂર્વમાં થયો હતો. અજ્ઞાત પ્રોજેક્ટાઈલ વાગતા જહાજમાં આગ લાગી હતી, જોકે ક્રૂ મેમ્બર્સની સતર્કતાને કારણે સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ સભ્ય ઘાયલ થયો નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં આ વિસ્તારમાં સ્થિતિ ગંભીર છે. છેલ્લા એક અઠવાડિયામાં અહીં અનેક જહાજોને નિશાન બનાવાયા છે. થોડા દિૃવસો પહેલા અમેરિકાએ ઈરાનના બે ઓઈલ ટેક્ધરો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ૮ એપ્રિલના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાસે એક ભારતીય લાકડાના જહાજમાં પણ આગ લાગી હતી, જેમાં એક ભારતીય નાવિકનું મોત થયું હતું અને ચાર લોકો દૃાઝી ગયા હતા. આ સિવાય ચીનના ઓઈલ ટેક્ધર પર પણ હુમલો થતા સમુદ્રી માર્ગે થતા વેપાર પર ખતરો વધી રહૃાો છે. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષા વધારી દૃેવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ