નકલંક ધામ ઠોયાણા ખાતે રામદેવપીરના નેજા મહોત્સવની થશે ભવ્ય ઉજવણી

લીરબાઇ મંદિરના પૂજારીશ્રીઓ અને કચ્છની મેકરણદાદાની પવિત્ર જગ્યાના મહંતના હસ્તે રામદેવપીરનો ચડશે નેજો: સામૈયા, ધર્મસભા, મહાપ્રસાદી અને રાસગરબાની રમઝટમાં વિશાળ સંખ્યામાં ભકતો જોડાશે

નકલંક ધામ ઠોયાણા ખાતે રામદેવપીરના નેજા મહોત્સવની ભવ્ય ઉજવણી થશે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે અઢારે આલમમાં પૂજનીય એવા નકલંક નેજાધારી રામદેવપીર બાપાના નેજા મહોત્સવની ઉજવણી આગામી ભાદરવા સુદ નોમ, તા. 20-09-2026 રવિવારના રોજ સમસ્ત ગ્રામજનોના સહકારથી ભારે હર્ષોલ્લાસ અને આસ્થાભેર કરવામાં આવશે.આ નેજા મહોત્સવ 2026 ના મુખ્ય યજમાન વનિષાબેન વિરમભાઇ બાપોદરા છે. માઁ લીરબાઈના પૂજારીઓ અને કચ્છના મહંતના હસ્તે રામદેવપીરનો નેજો ચડશે.મહેર કુળની પરમ શક્તિ માં લીરબાઈના મુખ્ય મંદિરોના પૂજારીઓ-ટ્રસ્ટીઓ તેમજ કચ્છના પવિત્ર ધામના મહંતના વરદ હસ્તે બાપાનો પવિત્ર નેજો ચડાવવામાં આવશે. જેમાં વિશેષરૂપે કચ્છની મેકરણ દાદાની પવિત્ર જગ્યાના મહંત ગોપાલદાદાના શિષ્ય હરીદાદા વિશેષ ઉપસ્થિત રહેશે.
મોઢવાડા લીરબાઈ મંદિરના પૂજારી, પ્રમુખ કેશુભાઈ મોઢવાડીયા તથા ટ્રસ્ટી અને ખેડૂત આગેવાન હિતેશભાઈ મોઢવાડીયા,કેશવ લીરબાઈ મંદિરના પૂજારી અને વ્યવસ્થાપક કેશુભાઈ તથા મંડળ શિશલી લીરબાઈ મંદિરના પૂજારી ભાવેશભાઈ રાણા કંડોરણા (લીરબાઈ માંનું સમાધિ સ્થાન) મંદિરના પૂજારી માલદેભાઈ કેશવાલા તથા મંડળ ગોસા લીરબાઇ મંદિરથી રાજશી ભગત ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા અને કાંધલભાઈ જાડેજા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
આ ધાર્મિક મહોત્સવમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે, જેમાં અતિથિ વિશેષ તરીકે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા, કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, આ ઉપરાંત મહેર સમાજના આગેવાન સામંતભાઈ ઓડેદરા, ભાણવડ મહેર સમાજ આગેવાન મેરામણ આતા, મહેર શક્તિ સેનાના પ્રમુખ કરસનભાઈ ઓડેદરા, ઠોયાણા આવળ આશ્રમના સાધુ સુધા ગીરીબાપુ અને રાજકોટના સામાજિક આગેવાન કરસનભાઈ સુત્રેજા પણ ખાસ હાજરી આપશે.
સામૈયા, શોભાયાત્રા અને કાર્યક્રમની વિગત
શોભાયાત્રા સવારે 7 વાગ્યે ઠોયાણાથી 2 કિલોમીટર દૂર આવેલ ટીંબા સ્થિત આવળમાતાના આશ્રમથી ડી.જ.ેના તાલે, બળદગાડાં અને ઘોડાઓ સાથે ભવ્ય સામૈયા-શોભાયાત્રા નીકળશે. રસ્તામાં ડાલીબાઈના પરિવાર દ્વારા નેજાનું આસ્થાભેર સ્વાગત કરવામાં આવશે. સમગ્ર ગામ ધજા-પતાકા અને તોરણોથી શણગારવામાં આવ્યું છે.
ધર્મસભા અને ભોજન પ્રસાદ
નેજો ચડાવ્યા બાદ પધારેલ મહાનુભાવોનું સ્વાગત, પ્રવચન
અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ
યોજાશે.
રાત્રિ રાસ-ગરબા અને ઉકળતી દેગ
રાત્રે સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો મિલનભાઈ ઓડેદરા, લોકસાહિત્યકાર રાજવીર ઓડેદરા, લાખણશી આંત્રોલીયા,કિશન આંત્રોલીયા, રાજ આગઠ, દ્રષ્ટિ મારડિયા (રાજકોટ), ભનુ ઓડેદરા અને પોપટ સુત્રેજા રાસ-ગરબાની રમઝટ બોલાવશે. આ સાથે રામદેવપીર બાપાની ધૂન સાથે ઉકળતી દેગ ઉતારવાની વિધિ અને દેગ દર્શન (પ્રસાદ)નો ભાવિકો માટે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
નકલંક ધામ (ઠોયાણા) અને સમસ્ત ગ્રામજનો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ નેજા મહોત્સવમાં પધારી દર્શન તથા પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમની રૂપરેખા
નેજાના સામૈયાનો સમય સવારે 7:30 કલાકે, : આવળ આશ્રમ ટીંબાથી શરૂ થશે. નેજા ચડાવવાનો સમય સવારે 10:30 પછી, સંતો મહંતો ના પ્રવચન સવારે 11 પછી નકલંકધામ ઠોયાણા ખાતે રહેશે.ભોજન પ્રસાદ સમય : સવારે 11:30 પછી, નકલંકધામ ઠોયાણા ખાતે રહેશે તથા રાત્રીના સમયે રાસ ગરબાની રમઝટ સમય રાત્રીના 8.30 પછી નકલંક ધામ, ઠોયાણા ખાતે અને ઉકરતી દેગ દર્શન સમય સાંજે 9:00 વાગ્યા પછી નકલંક
ધામ, ઠોયાણા ખાતે ઉપસ્થિત
રહેવા ધાર્મિકજનોને નિમંત્રણ પાઠવાયુ છે.

રિલેટેડ ન્યૂઝ