મધ્ય પૂર્વમાં યુધ્ધના પ્રત્યાઘાત હેઠળ પેટ્રોલીયમ-રાંધણ ગેસમાં કટોકટીની હાલત ઉભી થવાના ભણકારા વાગી જ રહ્યા છે અને હવે યુધ્ધની આગ ખાદ્ય તેલો સુધી પહોંચી છે આજે સતત બીજા દિવસે વિવિધ ખાદ્ય તેલો ઉછળ્યા હતા.રાજકોટ તેલ બજારમાં સીંગતેલ દસ કિલો લુઝનો ભાવ 1700ને આંબી ગયો હતો. જોકે ટેકસપેઇડ ડબ્બાના ભાવ યથાવત હતા રીટેઇલ ડીમાંડ ધીમી હોવાથી વેપારીઓ કે મીલરોએ ભાવવધારો કર્યો નહતો. આયાતી પામોલીનમાં જોકે વધુ 3પ રૂપિયા વધી ગયા હતા અને ડબ્બાનો ભાવ રરર0 પર પહોંચ્યો હતો. ગઇ સાંજે પણ તેમાં 40 રૂપિયા વધી ગયા હતા. ર4 કલાકમાં 7પ રૂપિયાનો ભાવવધારો થયો છે.
કપાસિયા તેલ ડબ્બો 1પના સુધારાથી ર390થી ર4ર0 હતો. વેપારીઓના કહેવા પ્રમાણે યુધ્ધને કારણે સપ્લાય ખોરવાતા અને માલની અછત ઉભી થવાની ભીતિથી ભાવ વધી રહ્યા છે. સરસવ તેલમાં પણ 30 રૂપિયાનો વધારો છે. સોયાબીન જેવા અન્ય તેલ પણ મોંઘા બન્યા છે. ટુંકાગાળામાં યુધ્ધનો ઉકેલ ન આવે તો આયાતી તેલ વધુ મોંઘા થવાની અને તેનુ દબાણ સ્વદેશી તેલો પર આવતા તે પણ મોંઘા થવાની ભીતિ છે.
