ટેલિકોમ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ધરખમ ફેરફાર લાવતા સમાચાર સામે આવ્યા છે. જર્મન ટેલિકોમ કંપની ’ડોઇશ ટેલિકોમ’ તેના અમેરિકન એકમ ’ T-dp¡bpBg US’ ’ સાથે સંપૂર્ણ વિલીનીકરણની યોજના પર વિચાર કરી રહી છે. જો આ સોદો પાર પડે છે, તો તે વર્ષ 1999માં થયેલા વોડાફોન-મેનેસ્મેન ના 203 બિલિયનના ઐતિહાસિક સોદાને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો પબ્લિક મર્જર સોદો બની જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની એક નવી ’હોલ્ડિંગ કંપની’ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. આ નવી કંપની ડોઇશ ટેલિકોમ અને ઝ-મોબાઇલ ઞજ બંનેના શેર માટે ’ઓલ-શેર ઓફર’ (તમામ શેરના બદલામાં શેર) રજૂ કરશે. આ નવી બનેલી કંપનીનું લિસ્ટિંગ અમેરિકા અને યુરોપ બંનેના શેરબજારમાં કરવામાં આવશે. નિષ્ણાતોના મતે, આ માળખું વર્ષ 2018માં થયેલા લિન્ડે અને પ્રેક્સએર ના મર્જર જેવું જ હોઈ શકે છે.
ડોઇશ ટેલિકોમ હાલમાં ઝ-મોબાઇલ ઞજ માં 53% હિસ્સો ધરાવે છે. બંને કંપનીઓને એક જ છત્ર હેઠળ લાવવાનો મુખ્ય હેતુ ટેલિકોમ સેક્ટરમાં સ્થિર થઈ ગયેલા વિકાસને ફરી ગતિ આપવાનો છે. આ મર્જર દ્વારા બનનારી નવી કંપનીની માર્કેટ વેલ્યુ 300 બિલિયન સુધી પહોંચવાની શક્યતા છે, જે તેને વિશ્વની સૌથી મૂલ્યવાન ટેલિકોમ કંપની બનાવશે. તેના ગ્રાહકોની સંખ્યા 20 કરોડને વટાવી જશે, જેનાથી તેને અમેરિકા અને યુરોપના બજારોમાં સ્પર્ધા કરવામાં વધુ તાકાત મળશે.
