હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી અને ઈરાન યુદ્ધના નાજુક સીઝફાયર વચ્ચે અમેરિકી નૌસેનાના ટોચના નાગરિક અધિકારી, નૌસેનાના સચિવ જોન ફેલને ટ્રમ્પ પ્રશાસનમાંથી અચાનક રાજીનામુ આપી ટ્રમ્પ પ્રશાસનને ઝટકો આપ્યો છે. પેન્ટાગોને ગઈકાલે નિવેદન જાહેર કરી કહ્યું હતું કે ફેલને તાત્કાલીક અસરથી પોતાનું પદ છોડયું છે.પેન્ટાગોને આ અચાનક ફેરફારનું કોઈ કારણ નથી બતાવ્યું. પેન્ટાગોનના પ્રવકતા શોન પાર્નેલે તેમની સેવાઓ માટે ધન્યવાદ કહ્યું હતું.આ અચાનક રાજીનામુ એ દિવસે આવ્યું છે, જયારે ફેલને વોશિંગ્ટન ડીસીમાં નૌસેનાના વાર્ષિક સંમેલનમાં મોટી સંખ્યામાં નાવિકો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને સંબોધન કર્યુ હતું અને પત્રકારો સાથે પોતાના એજન્ડા પર ચર્ચા કરી હતી.ફેલનનું રાજીનામુ રક્ષા સચીવ પીટ હેગસેથ દ્વારા સેનાના ટોચના અધિકારી જનરલ રેન્ડી જયોર્જને બરખાસ્ત કરાયાના કેટલાક સપ્તાહ બાદ આવ્યું છે. હેગસેથે ગત વર્ષે પદ સંભાળ્યા બાદ અનેક વરિષ્ઠ જનરલો, એડમિરલો અને રક્ષા નેતાઓને હટાવ્યા છે. અન્ય બર્ખાસ્તીઓની જેમ પેન્ટાગોને ફેલનના રાજીનામા માટે કોઈ અધિકૃત કારણ નથી જણાવ્યું.
રિલેટેડ ન્યૂઝ
-
હોર્મુઝમાં જહાજ પાસ્ોથી પહેલો ટોલ વસૂલ કર્યો
ઇરાને ટ્રમ્પથી ડર્યા વગર ટ્રમ્પની નાકાબંધી વચ્ચે આ જળમાર્ગ ‘‘તેહરાન ટોલ બૂથમાં ફેરવાઈ ગયો ઈરાને કહૃાું... -
હોર્મુઝને લઈને ટ્રમ્પનો નવો આદૃેશ, ખાડીમાં સુરંગ બિછાવતી કોઈ પણ બોટને જોતા જ ઉડાવી દૃો
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું અને કડક પગલું ભરતા અમેરિકન... -
અમેરિકાએ વિશ્ર્વભરના દેશોને 166 અબજ ડોલરનું રિફંડ ચૂકવવું પડશે
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા મહિને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આદેશને રદ કરી દીધો હતો. આ ઉપરાંત...
