ક્યુ-લાઇન બાયોટેક લિમિટેડનો આઈપીઓ 25 મે, 2026ના રોજ બંધ થશે

ક્યુ-લાઇન બાયોટેક લિમિટેડ એક ભારતીય ઇન-વિટ્રો ડાયગ્નોસ્ટિક્સ અને હેલ્થકેર સોલ્યુશન્સ કંપની છે, જે ભારતભરની હોસ્પિટલ્સ, લેબોરેટરીઝ અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ડાયગ્નોસ્ટિક રીએજન્ટ્સ, રેપિડ ટેસ્ટ કીટ્સ, મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ, પેથોલોજી ઇક્વિપમેન્ટ્સ અને સંબંધિત ઉપભોક્તા વસ્તુઓના મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયમાં રોકાયેલી છે. કંપનીએ 21 મે, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ શેર સાથે રૂા.214.48 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક રૂા.10ના અંકિત મૂલ્ય પર પ્રતિ શેર રૂા.326 – રૂા.343ની પ્રાઇઝ બેન્ડ સાથે 62,53,200 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
ક્યૂઆઈબી એંકર પોર્શન – 17,81,200 ઇક્વિટી શેર સુધી
નેટ ક્યુઆઈબી – 11,88,000 ઇક્વિટી શેર સુધી
નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 8,91,600 ઇક્વિટી શેરથી ઓછા નહીં
ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 20,79,200 ઇક્વિટી શેરથી ઓછા નહીં
માર્કેટ મેકર – 3,13,200 ઇક્વિટી શેર

રિલેટેડ ન્યૂઝ