એમેઝોન ઇન્ડિયાએ આજે દેશભરમાંએમેઝોન નાઉના કામકાજને વેગ આપવા માટે અંદાજે 1,000 ઇલેક્ટ્રિક ટ્રક તૈનાત કરવાની યોજનાની જાહેરાત કરી છે. આ ટ્રક ’વીઇ કોમર્શિયલ વ્હીકલ્સ’ (વીઈસીવી) ના બિઝનેસ ડિવિઝન ’આઇશર ટ્રક્સ એન્ડ બસીસ’ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યા છે.આ ઇલેક્ટ્રિક ટ્રક ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ સેક્ટરમાં ભારતનો સૌથી મોટો સમર્પિત ઇલેક્ટ્રિક ટ્રક કાફલો બનવાની આશા છે. આ પગલું પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક ઊભું કરવાના એમેઝોનના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.ખાસ ડિઝાઇન કરાયેલા ’આઇશર પ્રો-એક્સ’ ઇલેક્ટ્રિક ટ્રક, ફુલફિલમેન્ટ હબ અને માઇક્રો ફુલફિલમેન્ટ સેન્ટર્સ વચ્ચે શહેરોની અંદર જ વારંવાર થતી માલસામાનની હેરફેરને ઝડપી અને સરળ બનાવશે.એમેઝોને તાજેતરમાં જ 1,000 થી વધુ માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર્સ ના નેટવર્ક સાથે ભારતના 100 શહેરોમાં ’એમેઝોન નાઉ’ સેવાનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે.
એમેઝોન ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના વીપી ઓપરેશન્સ અભિનવ સિંહે જણાવ્યું હતું કે, અમારું ધ્યાન હંમેશા અમારા કામકાજને પર્યાવરણ માટે વધુ ટકાઉ બનાવવા પર રહ્યું છે. અમે ભારતમાં અત્યાર સુધીમાં 12,000 થી વધુ ઇલેક્ટ્રિક વાહનો તૈનાત કરીને આ દિશામાં સતત આગળ વધી રહ્યા છીએ. અમે અમારી જરૂરિયાતોને અનુરૂપ વાહનો તૈયાર કરવા માટે અનેક ઓટોમોબાઇલ ભાગીદારો સાથે મળીને કામ કરીએ છીએ, અને જેમ જેમ અમારો બિઝનેસ વધી રહ્યો છે તેમ તેમ અમે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટેશનને વધુ ઊંડાણપૂર્વક અપનાવી રહ્યા છીએ. ખાસ આ હેતુ માટે જ તૈયાર કરાયેલા અંદાજે 1,000 વોલ્વો આઇશર ઇલેક્ટ્રિક ટ્રક તૈનાત કરવાની આ યોજના તે જ દિશામાં અમારું વધુ એક મજબૂત પગલું છે.
