એલિવેટ કેમ્પસીસ લિમિટેડ (ઊહયદફયિં ઈફળાીતયત) 15 જૂન, 2026ના રોજ વિદ્યાર્થી ક્ષમતાના આધારે ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા ધરાવતી, સંચાલન કરતી અને મેનેજ કરતી તેમજ કે-12 એસેટ્સની માલિકી ધરાવતું સૌથી મોટુંસંસ્થાકીય અને સ્વતંત્ર એજ્યુકેશન પ્લેટફોર્મ છે. કંપનીની આઈપીઓ સંબંધિત બિડ/ઇશ્યૂ બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે. બિડ/ઇશ્યૂ શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે.
એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026 રહેશે.
ઓછામાં ઓછા 41 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ –ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.
ઇક્વિટી શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.
આ ઇશ્યૂમાં રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા એટલા ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે, જેનું કુલ મૂલ્ય રૂ. 21,000 મિલિયન (રૂ. 2,100 કરોડ) સુધીનું છે.
એલિવેટ કેમ્પસીસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (એચઈઆઈ)માં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટેની રહેઠાણ સુવિધાઓ તેમજ કે-12 સંપત્તિઓની માલિકી ધરાવે છે, તેનેઓપરેટ કરે છે અને મેનેજ કરે છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપનીની વર્તમાન ક્ષમતા ભારતના 15 શહેરો અને સંયુક્ત આરબ અમીરાતના એક શહેરમાં કુલ 80,255 વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી કરી શકે છે. કંપની વિદ્યાર્થીઓના રહેઠાણ માટે ૠજ્ઞજ્ઞમ ઇંજ્ઞતિં જાફભયત અને જભવજ્ઞહફણિ બ્રાન્ડ હેઠળ કામગીરી કરે છે, જ્યારે કે-12 ઓપરેટર્સ સાથે લાંબા ગાળાના લીઝ કરાર હેઠળ કે-12 એસેટ્સ મેનેજ કરે છે.
