ઝીરો કા દમ – ખામી મળી તો રિફિલ ફ્રી’ સાથે ભારતગેસ દ્વારા ગુણવત્તાની ખાતરી

ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન પીએસયુ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (ઇઙઈક) એ ઓપરેશનલ એક્સેલન્સને મજબૂત બનાવવાના તેના વ્યાપક પ્રયાસોના ભાગરૂપે બીપીસીએલ ના સમગ્ર એલપીજી નેટવર્કમાં અમલમાં મૂકવામાં આવેલા ‘ઝીરો કા દમ’ (ણઊંઉ) કાર્યક્રમ દ્વારા કઙૠ સિલિન્ડરની ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષા પર પોતાનું ધ્યાન વધુ મજબૂત બનાવ્યું છે.
‘ખામી મળી તો રિફિલ ફ્રી પહેલ રાજકોટ શહેરમાં ગ્રાહકોની નજીક ગુણવત્તાની ખાતરી પહોંચાડે છે, જેમાં સ્પષ્ટ ખાતરી આપવામાં આવે છે કે જો ભારત ગેસ સિલિન્ડરની ડિલિવરીના સમયે તેમાં વાસ્તવિક ખામી જોવા મળે, તો ગ્રાહકોને મફત રિફિલ મળી શકે છે, જે લાગુ પડતા નિયમો અને શરતોને આધીન રહેશે.
‘ઝીરો કા દમ’ કાર્યક્રમ એ સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે કે સિલિન્ડર ગ્રાહકના ઘર સુધી પહોંચે તે પહેલાં જ દરેક તબક્કે ગુણવત્તા જાળવવામાં આવે. આ કાર્યક્રમ અંતર્ગત, બીપીસીએલ ના કઙૠ બોટલિંગ પ્લાન્ટ્સમાં નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર સિર્ટીફીકેશન બોડીસ (ગઅઇઈઇ) દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વતંત્ર એજન્સીઓ દ્વારા કડક તૃતીય-પક્ષ પ્રમાણપત્ર ઓડિટ કરવામાં આવે છે. આ ઓડિટમાં પ્લાન્ટથી લઈને ગ્રાહક સુધી સિલિન્ડરની સફરના દરેક તબક્કાનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં માત્ર ખામી રહિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા સિલિન્ડર જ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 55 એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સે સફળતાપૂર્વક ‘ઝીરો કા દમ’ સર્ટિફિકેશન પ્રાપ્ત કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ