બેંકોએ ગ્રાહકો માટે એડવાઈઝરી જારી કરી વિકએન્ડથી પાંચ દિવસ બેંકિંગ વ્યવહાર ખોરવાશે

આગામી 28થી30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ દેશવ્યાપી બેન્ક હડતાલને જોતા ભારતીય સ્ટેટ બેન્ક- એસબીઆઈ તેના કરોડો ગ્રાહકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. 26 અને 27 વીકલી રજા અને 28થી30 ત્રણ દિવસની હડતાલના કારણે બેન્કનું કામકાજ સતત પાંચ દિવસ ઠપ્પ રહેશે.
બેન્કે ચેતવણી આપી છે કે જે કામ માટે બેન્ક શાખા જવું કે કર્મચારીઓની સીધી મદદ જયાં અનિવાર્ય છે. તેમણે હડતાલ શરૂ થાય તે પહેલા જ કામ પુરા કરી લેવા.
સોશિયલ મીડીયા પર પોસ્ટ કરીને એસબીઆઈએ ગ્રાહકોને અનુરોધ કર્યો છે કે હડતાલના સમયગાળા દરમિયાન કોઈપણ અસુવિધાથી બચવા વૈકલ્પિક રસ્તાનો સહારો લેવો. રોકડની જરૂરિયાતો પુરી કરવા માટે નજીકના એટીએમ, એડીડબલ્યુએમએસ (ઓટોમેટેડ ડિપોઝીટ એન્ડ વિડ્રોલ મશીન) અને ગ્રાહક સેવા કેન્દ્રો (સીએસપી)નો ઉપયોગ કરો. રોજબરોજની લેવડ-દેવડ, બિલ પેમેન્ટ અને પૈસા ટ્રાન્સફર કરવા માટે એસબીઆઈ યોનો એપ, ઈન્ટરનેટ બેન્કીંગ, મોબાઈલ બેન્કીંગ અને યુપીઆઈ જેવા ડિજીટલ માધ્યમોનો ઉપયોગ કરો.
શા માટે બની ચિંતાજનક સ્થિતિ: યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા જાહેર કરવામાં આવેલ હતા. હડતાલ ગ્રાહકો માટે પણ પરેશાનીનું કારણ બની શકે છે. કારણ કે 26 અને 27 સપ્ટેમ્બરે વીકલી રજા છે, ત્યારબાદ તરત 28,29 અને 30 સપ્ટેમ્બર ત્રણ દિવસની હડતાલ છે. આ સ્થિતિમાં સતત પાંચ દિવસની બેન્કમાં હડતાલથી સામાન્ય કામકાજને અસર થઈ શકે છે. બેન્ક પ્રશાસનનું કહેવું છે કે જો કે હડતાલ દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રાખવાનો દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે, તેમ છતાં શાખાઓમાં ચેક કલીયરન્સ, દસ્તાવેજ જમા કરવા જેવા કર્મચારી-નિર્ભર કાર્યોમાં વિલંબ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે યુએફબીયુએ 28થી30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય હડતાલનું એલાન કર્યું છે. જયારે 11 સપ્ટેમ્બરે પણ એક દિવસીય દેશવ્યાપી હડતાલ પડી ચુકી છે. યુનિયનોએ 26 ઓકટોબરથી સતત હડતાલનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. આ કારણે આગામી દિવસોમાં સામાન્ય બેન્કીંગ કામકાજમાં ખરાબ રીતે અસર થવાની અને ગ્રાહકોની પરેશાની વધવાની આશંકા છે.

રિલેટેડ ન્યૂઝ