રજનીકાંતની ‘જેલર 2’માં બોલિવૂડના આ કલાકારનો ધમાકેદાર કેમિયો: ટ્રેલરમાં દેખાઈ ‘ગુપ્ત’ ઝલક!

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જેલર 2’ને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ નિર્માતાઓએ ફિલ્મનું લેટેસ્ટ ટ્રેલર રિલીઝ કર્યું છે, જેણે રિલીઝ થતાંની સાથે જ સિને જગતમાં ધૂમ મચાવી દીધી છે.

ટ્રેલર ચર્ચામાં આવવાનું મુખ્ય કારણ તેમાં જોવા મળેલી એક બોલિવૂડ સુપરસ્ટારની સરપ્રાઈઝ ઝલક છે. ચાલો જાણીએ કે આખરે કયો અભિનેતા રજનીકાંત સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છે.

‘જેલર 2’માં જોવા મળશે આ બોલિવૂડ વિ વિ અદાકાર
અત્યારે ફિલ્મોમાં મોટા કલાકારોના સ્પેશિયલ કેમિયો કરવાનો મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સાઉથ અને બોલિવૂડના કલાકારો એકબીજાના સિનેમામાં અવારનવાર સાથ આપતા જોવા મળે છે. હવે આ કડીમાં ‘વોર’ ફેમ અભિનેતા ઋતિક રોશનનું નામ પણ જોડાઈ ગયું છે. રજનીકાંતની આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં ઋતિક રોશન એક ખાસ કેમિયો રોલમાં નજરે પડશે.

ટ્રેલરમાં ઋતિક રોશનની પીઠ પાછળનો લુક બતાવવામાં આવ્યો છે, પરંતુ તેની બોડી લેંગ્વેજ અને આગવી સ્ટાઈલ પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે તે ઋતિક જ છે. અગાઉ એવા પણ સમાચાર વહેતા થયા હતા કે તેણે પોતાના કેમિયો પાર્ટનું શૂટિંગ પૂરું કરી લીધું છે.

આ સાથે જ ફિલ્મમાં તેના હોવાની પુષ્ટિ થઈ ગઈ છે, જોકે તે કયા રોલમાં જોવા મળશે તે અંગે ગુપ્તતા જાળવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ઋતિક રોશન પોતાના કરિયરમાં પહેલીવાર કોઈ દક્ષિણ ભારતીય ફિલ્મમાં કેમિયો કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં નેલ્સન દિલીપકુમારના ડાયરેક્શનમાં બનેલી ‘જેલર ૧’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને તેણે વિશ્વભરમાં રૂ. ૬૧૫ કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે આ બ્લોકબસ્ટર હિટ પછી તેનો બીજો ભાગ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ થિયેટરોમાં ધમાકો કરવા આવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ