વેકેશન મૂડમાં દૃેખાઈ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈ ન

અર્સલાન ગોની અને સુઝૈન ખાન એકબીજાને ડેટ કરી રહૃાા હોવાની ચર્ચા છેલ્લા ઘણાં મહિનાથી ચાલી રહી છે

બોલિવૂડ એક્ટર રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે વેકેશન પર છે. સુઝૈને અર્સલાન સાથે પોતાનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે કે જેમાં તેઓ એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ફેન્સથી લઈને સેલેબ્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહૃાા છે. તેઓ મેક્સિકોમાં વેકેશન માણી રહૃાા છે. બોલિવૂડમાં એક્ટર અર્સલાન ગોનીની સારી કહી શકાય તેવી શરૂઆત નથી થઈ પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર જે પ્રકારે કરિયર આગળ વધી રહૃાું છે તેનાથી તે ખુશ છે. ફિલ્મી કરિયર કરતાં છેલ્લા થોડા સમયથી અર્સલાન ગોની રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન સાથેની મિત્રતાના કારણે ચર્ચામાં રહે છે. અર્સલાન ગોની અને સુઝૈન ખાન એકબીજાને ડેટ કરી રહૃાા હોવાની ચર્ચા છેલ્લા ઘણાં મહિનાથી ચાલી રહી છે. સુઝૈન સાથેના સંબંધ વિશે વાત કરતાં અર્સલાને કહૃાું હતું કે, સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરવી સામાન્ય બાબત છે. બર્થ ડેની વાત કરીએ તો મિત્રો સાથે નાનકડું સેલિબ્રેશન હતું. કોઈપણ વ્યક્તિ પોતાના ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં જઈ શકે છે, ખરું ને? લોકો હંમેશા શંકા-કુશંકા કરશે અને અમને ખબર છે કે તેને કેવી રીતે હેન્ડલ કરવું…તેના પર ધ્યાન ના આપીને. હું અને સુઝૈન ખૂબ સારા મિત્રો છીએ. અમારી મુલાકાત એક કોમન ફ્રેન્ડના ઘરે થઈ હતી. પહેલી મુલાકાતમાં જ અમને એકબીજા સાથે મજા આવવા લાગી. અમે અમારા અન્ય મિત્રો સાથે મળીને ગેટ-ટુ-ગેધર ગોઠવતાં રહીએ છીએ. તેણી ખૂબ સારી વ્યક્તિ છે. અર્સલાન ગોનીએ બોલિવુડમાં ધીમી શરૂઆત કરી હતી. અર્સલાને કલ્કિ કેકલાં અને રિચા ચઢ્ઢા સાથે ફિલ્મ ’જિયા ઔર જિયા’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બનતાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને બોક્સઓફિસ પર ખાસ કાઠું કાઢી શકી નહોતી. અર્સલાને આ વિશે કહૃાું હતું કે, “ફિલ્મને પૂરી થવામાં વાર લાગી પણ આ તો અમારા પ્રોફેશનનો ભાગ છે અને ધીરજ રાખવી જરૂરી છે. મને જે તક મળી તે ઘણાંને મળતી પણ નથી. ફિલ્મ ભલે સારો દૃેખાવ ના કરી શકી પણ તેણે મને ઈન્ડસ્ટ્રીમાં જગ્યા અપાવી. હવે અર્સલાન ઓટીટી પ્લેટફોર્મ પર વિવિધ વેબ સીરીઝ કરી રહૃાો છે ત્યારે તેને ઓળખ પણ મળી રહી છે. મૂળ જમ્મુ-કાશ્મીરનો અર્સલાન ટીવી એક્ટર અલી ગોનીનો કઝિન છે. “હું વધુ ફિલ્મો મળવાની રાહ જોતો હતો ત્યારે મને ઓટીટીમાં કામ મળી ગયું. ત્યારથી િંજદૃગી પાટા પર ચાલી રહી છે. મને લાગે છે કે, નવા કન્ટેન્ટ અને ટેલેન્ટને દૃર્શાવવા માટે ઓટીટી સારા માધ્યમ તરીકે ઊભરી રહૃાું છે.”

રિલેટેડ ન્યૂઝ