પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલ (ઙૠઈં) ઇન્ડિયાએ મેન ઓફ પ્લેટિનમનું નવું કલેક્શન રજૂ કર્યું છે. આ કલેક્શનમાં પુરુષોની સફળતાની સફરના જુદા-જુદા તબક્કાને અનુરૂપ ચેઇન, પેન્ડન્ટ, બ્રેસલેટ અને વીંટીનો સમાવેશ થાય છે. બ્રાન્ડના નવા કેમ્પેઇનમાં રોહિત શર્મા અને અનિરુદ્ધ રવિચંદર આ કલેક્શનને રજૂ કરી રહ્યા છે. આ કલેક્શન એક મૂળભૂત માન્યતાને સાકાર કરે છે કે લાંબા સમય સુધી ટકી રહેતી સફળતા ચારિત્ર્યના પાયા પર ઊભી થાય છે. પોતાની અલગ ઓળખ અને માર્ગ બનાવવાનો દૃઢ નિશ્ચય, સતત આગળ વધતા રહેવાની ક્ષમતા અને સિદ્ધિઓને કાયમી મહત્ત્વ આપતાં મૂલ્યો સફળતાને ટકાઉ બનાવે છે.
આ કલેક્શન મેન ઓફ પ્લેટિનમની દુનિયાને વધુ વિસ્તારે છે. તેમાં આગવી ઓળખ ઊભી કરતાં આકર્ષક પ્લેટિનમનાં ઘરેણાંની સાથે હળવી અને આધુનિક ડિઝાઇનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો નિયમિત ઉપયોગ કરી શકાય છે. આકર્ષક આકારો, જ્યોમેટ્રિક સરફેસીસ, એકબીજા સાથે જોડાયેલી કડીઓ તેમજ રંગો અને ફિનિશિંગ વચ્ચેના સુમેળભર્યા વિરોધાભાસથી વ્યક્તિગત શૈલીની વિવિધ અભિવ્યક્તિઓ સર્જાય છે. તેમાં સફળતા અને પ્રતિષ્ઠાની ઓળખ આપતાં ઘરેણાંથી લઈને પુરુષની પોતાની ઓળખનો હિસ્સો બની જાય તેવાં ઘરેણાંનો સમાવેશ થાય છે.
