વર્લ્ડ કિડની ડે પર સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદે કિડની હેલ્થ, પ્રિવેન્ટિવ કેર અને સમયસર ડિટેક્શન અંગે જાગૃતિ ફેલાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. કિડનીની ઘણી બીમારીઓ શરૂઆતમાં ધીમી ગતિએ પ્રસરતી હોવાથી હોસ્પિટલ દ્વારા લોકોમાં આ બાબતે પ્રાથમિક કેર અને સાવચેત રહેવાની તથા સમયસર તપાસ કરાવવાની જરૂરિયાત પર ધ્યાન દોરવામાં આવ્યું હતું.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડિરેક્ટર, નેફ્રોલોજી, ડો. સોનલ દલાલએ જણાવ્યું હતું કે, કિડની હેલ્થને ઘણીવાર અવગણવામાં આવતી હોય છે કારણ કે શરૂઆતના તબક્કામાં આનાં લક્ષણો ખૂબ સૂક્ષ્મ હોય છે અથવા ડિટેક્ટ જ નથી થતા. ઘણા દર્દીઓને ત્યારે ખબર પડે છે જ્યારે રોગ આગળ વધી ગયો હોય છે અને જટિલતાઓ ઉભી થઈ ગઈ હોય છે. તેથી પ્રિવેન્શન અને નિયમિત મોનીટરિંગ અત્યંત મહત્વપૂર્ણ છે. લોકોમાં પ્રારંભિક લક્ષણો અંગે જાગૃતિ લાવવી, નિયમિત ચેક-અપ માટે પ્રોત્સાહન આપવું અને ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન જેવી બિમારીઓનું સમયસર મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. અમારું લક્ષ્ય માત્ર કિડની રોગનું સારવાર કરવાનું નથી, પરંતુ તેનાથી દર્દીના જીવન પર ખોટી અસર કરે તેના પહેલાં તેને રોકવાનું છે.
