ગુજરાતમાં જમીન-મકાનના ભાવ સળગે છે, આ છે સાબિતી રાજય સરકારને આ વર્ષે સ્ટેમ્પ ડયુટીમાં બખ્ખા, આવક 21 કરોડ વધી શકે છે


ગત નાણાકીય વર્ષની સરખામણીએ આવકમાં 31 ટકાનો વધારો થવાની સંભાવના

ગુજરાતમાં વધી રહેલી સમૃદ્ધિ સાથે જમીન-મકાનના ભાવ જે રીતે વધી રહ્યા છે તે ગુજરાત સમ્રાટની તિજોરી પણ ભરી રહ્યા છે. રાજય સરકારે હજું નવી જંત્રીનો પુરો અમલ કર્યો જ નથી પણ સરકારની સ્ટેમ્પ ડયુટી આવક 2026/27ના નાણાકીય વર્ષમાં રૂા.21000 કરોડ થઈ જશે જેમાં બિનખેતી પ્રિમિયમના રૂા.6000 કરોડ પણ સામેલ છે. રાજય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે રૂા.21000 કરોડની આવકનો લક્ષ્યાંક પુરો કરીએ એટલે તે 31% જેટલો વધારો ગણાશે અને તે ગુજરાતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર વાઈબ્રન્ટ છે તે પુરાવા આપે છે. 2024/25માં રાજય સરકારની સ્ટેમ્પ ડયુટી આવક રૂા.16000 કરોડ હતી જે 2025/26માં રૂા.19800 કરોડ હશે. જે અંદાજ મુકવામાં આવે છે. રાજયનું બજેટ રજુ કરતા સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ રૂા.21000 કરોડની સ્ટેમ્પ ડયુટી આવકનો અંદાજ મુકયો હતો. આ વર્ષે એપ્રિલથી ડીસે. સુધીમાં આ આવક રૂા.13699 કરોડ નોંધાઈ છે. હજુ જાન્યુ.થી માર્ચના આંકડા બાકી છે.
આ અંગે કેડાઈના પ્રેસીડેન્ટ તેજસ જોષીના જણાવ્યા મુજબ રાજયમાં રિયલ એસ્ટેટ ડિમાન્ડ જળવાઈ રહી છે અને મોટા શહેરોની આસપાસ જમીનના ઉંચા ભાવના સોદા થઈ રહ્યા છે. અમદાવાદ જેવા મહાનગરમાં રિયલ એસ્ટેટ 15%ના વૃદ્ધિદર ધરાવે છે. જો કે હાલ તૈયાર મકાનોનો વણવેચાયેલો મોટો સ્ટોક એ પ્રશ્ર્ન છે પણ હોમ લોનનું પ્રમાણ વધી રહ્યું છે જે દર્શાવે છે કે ડિમાન્ડ છે અને તેથી સ્ટેમ્પ ડયુટી આવક વધતી જાય છે જે રહેણાંક કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ તમામ ક્ષેત્રમાં છે.

રિલેટેડ ન્યૂઝ