હોસ્પિટલ-શૈક્ષણિક સંસ્થાઓને 100 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અપાશે

ગેસ વિતરણ માટે રાજ્ય સરકારની નવી ગાઈડ લાઈન
રેસ્ટોરન્ટ-કેન્ટીન-ફૂડ પ્રોસેસીંગને 10 ટકા ગેસ અપાશે

રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઘરેલું વપરાશ માટે કઙૠ સિલિન્ડરનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ વપરાશ પર ચોક્કસ મર્યાદાઓ અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.
સરકારના આદેશ અનુસાર, જે સ્થળોએ LPG નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં કોમર્શિયલ કઙૠ રીફિલની ફાળવણી કરવામાં આવશે.
હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ 100% જથ્થો મળશે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ અને એરલાઇન કે રેલ્વે કેન્ટીનને 70% જથ્થો અપાશે. હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ એકમોને હવે માત્ર 10% જથ્થો ફાળવવામાં આવશે.
છેલ્લા 1 વર્ષથી કાર્યરત અને ભોજન આપતી સંસ્થાઓને છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10% ની મર્યાદામાં જથ્થો મળશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકો પાસે કઙૠ નેક્શન ઉપલબ્ધ છે, તેને LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. આવા ગ્રાહકો હવે કઙૠ કનેક્શન પોતાની પાસે રાખી શકશે નહીં. ગુજરાતને કેન્દ્ર સરકારે કેરોસિનની ફાળવણી કરી છે, એ LPG ઉપરાંત 1,452 કિલો લીટરની ફાળવણી કરી છે, જેમાં 5 લીટરની મર્યાદામાં કેરોસિન આપવામાં આવશે, જેનું જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવશે, જે કઙૠ ની સાથે જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. ગ્રાહકોને સમયસર અને યોગ્ય રીતે ગેસ મળી રહે તે માટે ગેસ એજન્સીઓ પર રેવન્યુ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં તપાસ ટીમો દ્વારા કુલ 612 (જિલ્લા કક્ષાએ) અને 17 (રાજ્ય કક્ષાએ) તપાસણીઓ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ