ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના કોષાધ્યક્ષ તરીકે ખંભાળિયાના મહિલા અગ્રણીની વરણી

ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓએ જિલ્લા વરણીને આવકારી

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક નિમણૂકો અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબહેન વેકરિયાના માર્ગદર્શન હેઠળ જાહેર થયેલી નવી ટીમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે સફળતાપૂર્વક સેવા આપનાર ખંભાળિયાના મહિલા અગ્રણી રચનાબેન મોહિતભાઈ મોટાણીની ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના કોષાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. રચનાબેને ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે તાજેતરમાં નોંધપાત્ર અને લોકહિતકારી સેવાઓ આપી છે. તેમના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસકાર્યો અને સંગઠનાત્મક કાર્યના પરિણામે ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 36 માંથી 30 બેઠકો પર વિજય મળ્યો હતો. ઉપરાંત, ગત નગરપાલિકા ચૂંટણીમાં સમગ્ર શહેરમાંથી સૌથી વધુ મતોથી વિજયી બનવાનો ગૌરવ પણ તેમને પ્રાપ્ત થયો હતો. તેમની વરણીને જિલ્લા ભાજપના હોદેદારો, અગ્રણીઓએ આવકારી હતી.

રિલેટેડ ન્યૂઝ