કંડલા ફોરમ 2026માં હાઇડ્રોજન કાઉન્સિલના વૈશ્ર્વિક હાઇડ્રોજન નેતાઓ અને મેરીટાઇમ લીડર્સને DPA કંડલા ખાતે એકત્ર કર્યા

દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા કંડલા ફોરમ 2026 – Anchoring Maritime Decarbonisation, જ્ઞાનની વહેંચણી અને ટેક્નોલોજી ટ્રાન્સફરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાઇડ્રોજન, ક્લીન એનર્જી, શિપિંગ, શિપબિલ્ડિંગ, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને નાણાકીય ક્ષેત્રોના અગ્રણી વૈશ્વિક અને ભારતીય હિતધારકોને એકસાથે લાવવામાં આવ્યા હતા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા 2070 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને આગળ વધારવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. તેના વિકસતા ગ્રીન હાઇડ્રોજન અને ક્લીન-ફ્યુઅલ ઇકોસિસ્ટમ દ્વારા ઉઙઅ કંડલાને ગ્રીન એનર્જી, સસ્ટેનેબલ શિપિંગ અને મેરીટાઇમ ડીકાર્બોનાઇઝેશનના ઉભરતા હબ તરીકે સ્થાપિત કરી રહ્યું છે.
ફોરમ વૈશ્વિક ઉદ્યોગ નેતાઓ અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી વચ્ચે સીધી ભાગીદારી માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું, જેમાં કંડલા ખાતે રોકાણને વેગ આપવા, ટેક્નોલોજી ભાગીદારી અને મજબૂત ગ્રીન ફ્યુઅલ્સ તથા મેરીટાઇમ ડીકાર્બોનાઇઝેશન ઇકોસિસ્ટમના વિકાસ પર ચર્ચાઓ કેન્દ્રિત રહી.

રિલેટેડ ન્યૂઝ