દ્વારકાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ આઠ શખ્સો સામે ફરિયાદ

ભાણવડ નજીક સેન્ટ્રો કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્ત

દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ ભીખનભાઈ ખરાઈ નામના 50 વર્ષના માછીમાર પ્રૌઢ સાથે ઠપકો આપવા બાબતે બોલાચાલી કરી, અબ્દુલ હુસેન ઈસબાની, સલીમ હુસેન, સહિત આઠ શખ્સોએ લોખંડના પાઇપ, લોખંડની મૂઢ, લાકડાના ધોકા વિગેરે જેવા હથિયારો વડે હુમલો કરી, બેફામ માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
બાઈક સવારને ઈજા
ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામે રહેતા રામાભાઈ જેસાભાઈ ભાટિયા નામના 52 વર્ષના આહિર પ્રૌઢ તેમના જી.જે. 37 એચ. 1095 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર નવાગામ ટીંબા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 01 આર.બી. 0499 નંબરની હ્યુન્ડાઈ સેન્ટ્રો મોટરકારના ચાલકે રોંગ સાઈડમાં આવીને રામાભાઈ ભાટિયાની મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેક્ચર સહિતની તેમજ સાથે જઈ રહેલા તેમના બહેનને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે ભાણવડ પોલીસે રામાભાઈ ભાટિયાની ફરિયાદ પરથી સેન્ટ્રો મોટરકારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આરંભડાની યુવતી ઉપર હુમલો
મીઠાપુર તાબેના આરંભડા ગામે ગાયત્રીનગર ખાતે રહેતી પૂજાબેન આલાભાઈ પીઠાભાઈ માંગલીયા નામની 20 વર્ષની અનુસૂચિત જાતિની યુવતી આજથી આશરે બે વર્ષ પૂર્વે અહીં રહેવા આવી હોય, જે આ વિસ્તારમાં આવતી રહેતા રીહાનાબેન અબ્દુલભાઈને ગમતું ન હતું. જે બાબતનું મનદુ:ખ રાખી, આરોપી રીહાનાબેન અબ્દુલભાઈ ફરિયાદી પૂજાબેન માંગલીયાના ઘરની સામે કપડાં થઈ રહ્યા હતા અને તેનું પાણી પૂજાબેનના ઘરની ડેલીમાં આવતું હોવાથી પૂજાબેન અને તેના માતા હીમીબેનએ રીહાનાબેનને પાણી સાફ કરી દેવાનું કહ્યું હતું.આ બાબતે થયેલી બોલાચાલી બાદ રીહાનાબેન તથા અન્ય બે મહિલાઓ સાયદાબેન અને કમાબેનએ પૂજાબેન માંગલીયાને બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને હાથની વચ્ચેની આંગળીનો નખ કાઢી નાખ્યો હતો.આમ આરોપી મહિલાઓએ લાકડાના ધોકા વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસે બી.એન.એસ. તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ