રાજુલાના મજાદર કાગધામમાં કાગ એવોર્ડ- 2026 અને રજત મહોત્સવ વર્ષની ઉજવણીનું ભવ્ય આયોજન

મોરારીબાપુની નિશ્રામાં કચ્છ,કાઠીયાવાડ, ગુજરાત અને રાજસ્થાનના પચીશ જેટલા શબ્દ સાધકોને એવોર્ડ અપાશે. સાંજે સંતવાણીમાં ગુજરાતના શિરમોર કલાકારો કલા રજુ કરશે

રાજુલા તાલુકાના મજાદર કાગધામ ખાતે તા. 21/2/26 ને શનિવાર ફાગણ સુદ ચોથ( કાગચોથ) કવિ કાગ ની 49 મી પુણ્યતિથિએ કાગ એવોર્ડના રજત મહોત્સવના વર્ષની ઉજવણીનો પ્રારંભ અને સાંજે 3.00 થી 6.00 કાગના ફળીયે કાગની વાતુ અંતર્ગત પરીસંવાદ યોજાશે જેમા મુખ્ય વક્તા રમજાન હાસણીયા પોતાના વિચારો રજુ કરશે. આ નિમિત્તે કચ્છ કઠીયાવાડ, ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ક્ષેત્રના શબ્દ સાધકો, કલાકારો જેમા ચારણી સાહિત્યકારો,સ્ટેજ સંચાલકો,સંશોધકો, વિદ્વાનો તેમજ દિવંગત વિદ્વાનો સહીત પચીસ જેટલા વિદ્વાનોને કાગ એવોર્ડ પ.પુ. મોરારીબાપુની નિશ્રામા અર્પણ થશે.જે અંગે કાગ એવોર્ડના સંયોજક ડો. બળવંતભાઈ જાની દ્વારા એવોર્ડની જાહેરાત કરવામા આવી હતી.કાગ એવોર્ડ એ ભક્ત કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિએ તેમની યાદમા આપવામા આવી રહ્યો છે.કાગબાપુ ને લોકો ભગતબાપુ પણ કહેતા તેમનો જન્મ 25/11/1903 ના રોજ થયો હતો.તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કરેલ પણ તે ઉતમ વાચક અને ચારણી સાહિત્યના અભ્યાસુ હતા.તેમની રચનાઓ કાગવાણી પુસ્તકમા સચવાયેલી છે.તેઓ ભાવનગર ચારણ બોર્ડીંગના પ્રેરણા સ્ત્રોત હતા. તેમણે વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞમા જમીનનુ દાન કરેલુ.તેઓ ચારણ હિત વર્ધક સભાના પ્રમુખ હતા.ભાવનગર રાજવી પરીવાર તેમજ કાઠીયાવાડ બાબરીયાવાડ ના કાઠી ગીરાસદારો અને રાજ પરગણા સાથે તેમને પારીવારીક સંબંધો હતા.1962 મા તેને પદ્મશ્રી નો ખિતાબ ભારત સરકાર તરફ થી મળેલ હતો. ને તેમનુ મૃત્યુ 22/2/77 ના રોજ થયેલું
કાગ એવોર્ડનુ આ 25 વર્ષ થી આપવામા આવી રહ્યો છે.પચીશ વર્ષ પહેલા પુ. મોરારીબાપુ ના કાગબાપુ પ્રત્યે ના અહોભાવ થી કાગ એવોર્ડ ની શરુઆત કરવામા આવેલી. સૌ પ્રથમ પહેલા પાંચ કલાકારો અને શબ્દ સાધકો ને આ એવોર્ડ અપાતો હતો આ વર્ષ થી પચીસ શબ્દ સાધકો ને આ એવોર્ડ આપવા મા આવી રહ્યો છે.જેમા સ્ટેજ આર્ટિસ્ટ ધીરુભાઈ સરવૈયા- રાજકોટ,અનવર મીર- સુરેન્દ્રનગર, કમલેશ જામંગ ગઢવી -રાજકોટ, ભાનુભાઈ વોરા-મુંબઈ, ચારણી સાહિત્યકારો મા અચલદાન બોક્ષા- સુરેન્દ્રનગર,ચેતન ગઢવી- મુંબઈ, જીતુદાન ગઢવી-જુનાગઢ,ઈન્દુબેન ગઢવી-સોજીત્રા,જવાહર ગઢવી-અમદાવાદ સાહિત્ય સંશોધકો મા તીર્થંકર રોહડીયા-જેતપુર,પ્રવિણભાઈ મધુડા-રાજકોટ, દિનેશ માવલ- જામનગર,બલરામ ચાવડા- જામનગર, રામભાઈ બારોટ- જેતપુર,દિવંગત વિદ્વાનો મા જીવાભાઈ નારોલા- વંથલી,કવિ કાન-જામનગર, જાદવજી પટેલ આણંદ,વિજયકરણ મહેડુ- બોટાદ,દાદુદાન ખુમદાન -કલોલ તેમજ રાજસ્થાની વિદ્વાનો મા પદ્મશ્રી સુર્યદેવ બારહઠ- કિશનગઢ,માધવ હાડા- ઉદયપુર,ધનંજયાબેન અમરાવત- જોધપુર,મહાદાન બારહઠ- ભાદ્રેશ,ભવરદાન રત્નો (દિવંગત)- જયપુર નો સમાવેશ થાય છે. રાજુલા શહેર ખાતે સૌરભ સાહિત્ય સંસ્થાન રાજુલા ના સંચાલક શશિભાઈ રાજ્યગુરુ કવિ ’હેમાળવી’ ,જે.પી. ડેર સાહેબ,લોકસાહિત્યકાર જોરુભાઈ ધાખડા, જાગૃતિબેન રાજ્યગુરુ,હરેશભાઈ તેરૈયા,મનોજભાઈ વ્યાસ દ્વારા રાજુલા ના રાજ માર્ગ પર ટાવર ચોક મા આવેલી કાગબાપુ ની પ્રતિમા ને ફૂલહાર સહીત વિવિધ કાર્યક્રમ યોજવામા આવે છે.

રિલેટેડ ન્યૂઝ