સુત્રાપાડા તાલુકામાં બિનઅધિકૃત ખનન અને ખનીજ વહન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી દ્વારા રચાયેલ ખાસ ટીમ દ્વારા સુત્રાપાડા મામલતદાર તથા તેમની ટીમે કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે પર મધરાત્રી દરમિયાન સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.રાત્રીના 12:00 કલાકથી સવારે 8:00 કલાક સુધી ચાલેલી કાર્યવાહી દરમ્યાન બિનઅધિકૃત રીતે રેતી તથા બ્લેક ટ્રેપનું વહન કરતા કુલ 5 વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં રેતી ભરેલું 1 ડમ્પર, 1 ટ્રેક્ટર તથા બ્લેક ટ્રેપ ભરેલા 3 ટ્રેક્ટરનો સમાવેશ થાય છે.ઝડપાયેલા તમામ વાહનોને મામલતદાર કચેરી ખાતે જપ્ત રાખવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમ્યાન અંદાજે રૂ. 70 લાખ જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે. આગળની કાનૂની કાર્યવાહી માટે કેસ ખાણ અને ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.સુત્રાપાડા તાલુકામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ વહન સામે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને આવી કામગીરી આગળ પણ ચાલુ રહેશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
તાલાલામાં પાલિકાના મહિલા સભ્યનાં પુત્ર ઉપર હુમલો કરનાર ત્રણેય શખ્સો જેલ હવાલે
તાલાલા નગરપાલિકાના મહિલા સભ્યના પુત્રએ ઓટલા ઉપર બેસી ગાળો ન બોલવા અને માર્ગ ઉપરથી પસાર થતા... -
કોડીનારના ડોળાસા ગામના વેપારી ઉપર હુમલાના બનાવના વિરોધમાં વિશાળ રેલી યોજાઇ
તમામ ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત એક આરોપી ઝડપાયો કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના એક... -
હળવદના ટીકરમાં સાડા પાંચ તોલાના દાગીના ચોરનાર શખ્સની ધરપકડ
મોરબીમાં બેટરીના પાણીના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરફેર ઝડપાઈ હળવદ તાલુકાના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીનો...
